શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક વેરાવળ ખાતે યોજાઈ
જૂનાગઢ 6 ડિસેમ્બર (હિ.સ.) અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ડી. એન. સતાણીના અધ્યક્ષસ્થાને તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ શહેરી વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક વેરાવળ ખાતે મળી હતી. જે
શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫


જૂનાગઢ 6 ડિસેમ્બર (હિ.સ.) અધિક કલેક્ટર, પ્રાદેશિક કમિશનર, નગરપાલિકાઓની કચેરી, ડી. એન. સતાણીના અધ્યક્ષસ્થાને તા.૦૫/૧૨/૨૦૨૫ના રોજ શહેરી વિકાસયાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની સંકલન બેઠક વેરાવળ ખાતે મળી હતી. જેમાં ધારાસભ્યશ્રીઓ તથા જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની નગરપાલિકાઓના પ્રમુખ, ચીફ ઓફિસર અને પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારીઓએ ભાગ લીધો હતો. જેમાં નગરપાલિકાના વિવિધ પ્રશ્નો અને વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાત રાજ્યના શહેરી પરિવેશમાં પરિવર્તન અને નાગરિકોના સશક્તિકરણના અભિગમ સાથે વર્ષ ૨૦૨૫ની શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી થઈ રહી છે. રાજય સરકાર દ્વારા અર્નિંગ વેલ, લિવિંગ વેલ ના મંત્ર સાથે નાના મોટા શહેરોને ગ્રોથ હબ તરીકે વિકાસવીને ગુજરાત @૨૦૪૭નો રોડમેપ તૈયાર કરાયો છે. સરકાર શહેરી વિકાસ યાત્રાને વધુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે ત્યારે વેરાવળ શહેરના આંગણે ધારાસભ્યશ્રી - તાલાલા, શ્રી ભગવાનભાઈ બારડ અને ધારાસભ્યશ્રી - કેશોદ, શ્રી દેવાભાઈ માલમ, કેશોદ, બાંટવા, માણાવદર, વિસાવદર, ચોરવાડ, માંગરોળ, વંથલી, જુનાગઢ, કોડીનાર, તલાલા, સુત્રાપાડા, ઊના નગરપાલિકાઓના પ્રમુખઓ અને અન્ય પદાધિકારીશ્રીઓ તેમજ ચીફ ઓફિસર, મ્યુનિસિપલ ઈજનેર, મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ, ટાઉન પ્લાનર, રિઝનલ ફાયર ઓફિસર, જી.યુ.ડી.સી. પ્રોજેક્ટ મેનેજર(પી.આઈ.યુ.) વગેરે હાજર રહી વિકાસ કામોની અને પ્રશ્નોની ચર્ચા કરી હતી.

પદાધિકારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓ દ્વારા લોક સમસ્યાની રજૂઆત, જી.યુ.ડી.સી. દ્વારા અમલીકૃત કામોની પ્રગતિ વધારવા, કૂતરાઓનાં રસીકરણ અને ખસીકરણના ટેન્ડર કરવા, તાલાલા નગરપાલિકાની ગત સંકલન મિટિંગના પેન્ડિંગ પ્રશ્નોનો નિકાલ કરવા, નગરપાલિકા વિસ્તારમાં આંગણવાડી બનાવવા, ટેન્ડર પ્રક્રિયા બાબત, નગરપાલિકાઓમાં વાહનો ફાળવવા, તમામ કામોમાં ગુણવત્તા જળવાઈ રહે અને સમયમર્યાદામાં કામો પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા વગેરે પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. અધિક કલેક્ટર દ્વારા માન.ધારાસભ્યશ્રીને સમય મર્યાદામાં અને લોજીકલ જવાબ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને સૂચના આપી હતી અને ઉક્ત તમામ પ્રશ્નોનો સમયસર નિકાલ કરવા અને લોકોને પડતી મુશ્કેલીઓ દૂર કરવા સંબંધિતોને સૂચના આપી હતી.

જ્યારે બીજા ભાગમાં તમામ નગરપાલિકાઓના ચીફ ઓફિસર અને નગરપાલિકાના સંબંધિત શાખાધિકારીઓ સાથે એનિમલ બર્થ કન્ટ્રોલ (એ.બી.સી.) રૂલની ગાઈડલાઈન મુજબ નગરપાલિકાઓની હદમાં આવતી સરકારી, અર્ધ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે જાગૃતિ કાર્યક્રમો યોજવા, રખડતાં કૂતરાઓ સંબંધે રસીકરણ અને ખસીકરણનું આયોજન કરવા તથા એ.બી.સી. સેન્ટરો બનાવવા અને રખડતાં પશુઓ માટે કેટલપોન્ડ બનાવવાની સૂચના આપવામાં આવી.

આ ઉપરાંત, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને ૧૫મુ નાણાંપંચની ગ્રાન્ટમાં બાકી આયોજન; શરૂ ન થયેલા કામો અને કામોની પ્રગતિની, ગટરલાઇન ભાગ ૨ નાખવાનું કામ, આગવી ઓળખના કામો, જનભાગીદારી યોજના હેઠળ ઘરોને ગટર લાઇન સાથેના જોડાણના કામો, ઘરે ઘરેથી કચરો ઉઠાવવાના કામની અને બાકી ગ્રાન્ટોનું આયોજન કરવા, મંજૂર થયેલા કામો તાત્કાલિક શરૂ કરવા અને પૂર્ણ કરવા તથા આગામી વર્ષના વિકાસના કામોનું આયોજન તૈયાર રાખવા સૂચના આપવામાં આવી હતી. ઉપરાંત પીવાના પાણીની વધારાની જરૂરિયાત અંગેના આયોજન બાબત અને અમૃત 2 યોજના અંતર્ગત પ્રગતિ હેઠળના કામોની, ઘન કચરાના નિકાલ બાબત, કચરાના ઢગલાંઓ દુર કરવા બાબત, ગટરના ગંદા પાણીના શુદ્ધિકરણ માટેના પ્લાન્ટની કાર્યક્ષમતા બાબત, ઘન કચરાનું પ્રોસેસીંગ કરતા પ્લાન્ટની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી અને સ્વચ્છ શહેર સુંદર શહેર યોજના અંતર્ગત કામો નક્કી કરી દરખાસ્ત મોકલવા સૂચના આપવામાં આવી હતી.

જૂનાગઢ અને ગીરસોમનાથ જિલ્લાની નગરપાલિકાઓની આ સંકલન બેઠકથી નગરપાલિકાઓના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ થશે, શહેરમાં વિકાસના કામો વેગ પકડશે અને લોકોને ઉપયોગી કામો થશે અને લોકોની સમસ્યાઓનુ નિરાકરણ આવશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ને અર્બન ડેવલપમેન્ટ યર તરીકે ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાત સરકારશ્રી દ્વારા શહેરોના વિકાસ અને લોકોને સુવિધાઓ આપવા માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ માટે વર્ષ ૨૦૨૫-૨૬માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, અમૃત ૨.૦ યોજના, ૧૫મુ નાણાપંચ, આઇકોનિક રોડ વિકસાવવા, ઉપરાંત સ્વચ્છતા અને અન્ય બાબતો માટે બજેટ ફાળવવા આવેલ છે, જે ગત વર્ષ કરતા ૪૦% વધુ છે, આ વધુ ગ્રાન્ટ ફાળવવાનો ઉદ્દેશ લોકોને ગુણવત્તાયુક્ત પાણી અને સારા રસ્તાઓ આપવા, શહેરની સફાઈ અને પર્યાવરણ સુધારો તેમજ વહીવટી કામગીરીનું ડિઝિટલાઇઝેશન કરવાનો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande