જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.9 ડિસેમ્બરે ભરતી મેળો યોજાશે
જૂનાગઢ, 6 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ મધર ડેરી ફ્રુટ એન્ડ વેઝીટેબલ લી. (જૂનગઢ ડેરી) તથા મહાવિર એન્ટરપ્રાઇઝ રાજકોટ કંપની ખાતે ટેકનીશીયન, એસેમ્બલી / સર્
જૂનાગઢ જિલ્લા રોજગાર કચેરી દ્રારા તા.9 ડિસેમ્બરે ભરતી મેળો યોજાશે


જૂનાગઢ, 6 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ જિલ્લાનાં રોજગારવાંચ્છુઓને રોજગારીનો ઉમદા અવસર પ્રાપ્ય થાય તેવા હેતુસર ખાનગી ક્ષેત્રના અગ્રગણ્ય એકમ મધર ડેરી ફ્રુટ એન્ડ વેઝીટેબલ લી. (જૂનગઢ ડેરી) તથા મહાવિર એન્ટરપ્રાઇઝ રાજકોટ કંપની ખાતે ટેકનીશીયન, એસેમ્બલી / સર્વિસ તથા મશીન ઓપરેટરની જગ્યાઓ માટે જગ્યાને અનુરૂપ આઇ.ટી.આઇ. ડિપ્લોમા કે સ્નાતકની શૈક્ષણિક લાયકાત ધરાવનાર રોજગાર વાંચ્છુઓ માટે ભરતીમેળાનું આયોજન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ‘બી” વિંગ, પ્રથમ માળ, બહુમાળી ભવન, જૂનાગઢ ખાતે તા. 09 ડિસેમ્બર 2025 ના રોજ સવારે 10:30 કલાકે કરવામાં આવ્યુ છે.

આ ભરતીમેળામાં ભાગ લેવા હેતુસર રોજગારવાંચ્છુઓએ શૈક્ષણિક લાયકાતનાં પ્રમાણપત્રો તેમજ જરૂરી દસ્તાવેજો સાથે ભરતીમેળા સ્થળ પર ઉપસ્થિત થવાનું રહેશે. ભરતીમેળામાં રોજગારવાંચ્છુઓ અનુબંધમ પોર્ટલ https://anubandham.gujarat.gov.in ના માધ્યમથી પણ ભાગ લઇ શકે છે. વધુ માહિતી અને માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જૂનાગઢના ટેલીફોન નંબર 0285-2620139 પણ સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande