
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) પાટણના ડેર ખાતે આવેલી R.D.K. પટેલ હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી લોઢપુરની બે સગીરાઓ શાળાએ જવા નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા અપહરણની ઘટના સામે આવી છે. બંન્ને વિદ્યાર્થીનીઓ 03 ડિસેમ્બરની સવારે 9 વાગે શાળાએ જવાના બહાને નીકળી હતી, પરંતુ સાંજે 6 વાગ્યા સુધી ઘરે ન ફરતા વાલીઓએ શોધખોળ શરૂ કરી હતી.
વાલીઓને બાદમાં જાણવા મળ્યું કે સ્કૂલની આજુબાજુથી લોઢપુરના બે શખસો તેમને કાયદેસર વાલીપણામાંથી દૂર લઈ ગયા હોવાની પ્રબળ શંકા છે. વાલીઓએ સતત પ્રયાસ કર્યો છતાં બંને સગીરાઓનો કોઈ પતો લાગ્યો નથી.
આ ઘટનાને આધારે બાલીસણા પોલીસ મથકે B.N.S. કલમ 137(2) મુજબ ગુનો નોંધાયો છે. પોલીસે અજાણ્યા આરોપીઓ સામે અપહરણનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ