વાલિયા તાલુકાના દોડવાડા ગામે દીપડો પાંજરે પુરાયો
ભરૂચ,06 ડિસેમ્બર (હિ.સ.) વાલિયા તાલુકાના દોડવાડા ગામે પ્રાથમિક શાળા વાળા ફળિયામાં ત્રણ દિવસ પહેલા દીપડાએ એક બકરાનો શિકાર કરી ઉઠાવી ગયો હતો .જેની જાણ ગામ લોકોએ વાલિયા વન વિભાગને કરતા તાત્કાલિક એજ બકરા સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં આજે
વાલિયા તાલુકાના દોડવાડા ગામે દીપડો પાંજરે પુરાયો


વાલિયા તાલુકાના દોડવાડા ગામે દીપડો પાંજરે પુરાયો


ભરૂચ,06 ડિસેમ્બર (હિ.સ.) વાલિયા તાલુકાના દોડવાડા ગામે પ્રાથમિક શાળા વાળા ફળિયામાં ત્રણ દિવસ પહેલા દીપડાએ એક બકરાનો શિકાર કરી ઉઠાવી ગયો હતો .જેની જાણ ગામ લોકોએ વાલિયા વન વિભાગને કરતા તાત્કાલિક એજ બકરા સાથે પાંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો હતો પુરાયો હતો. દીપડાને પાંજરામાં જોવા લોકટોળા ભેગા થયા હતા તેમણે સેલ્ફી તેમજ ફોટા પડાવ્યા હતા. દીપડો પુરાતા પાંજરા સાથે હીરાપુર નર્સરી ખાતે લઈ જવામાં આવ્યો હતો.

700 ની વસ્તી ધરાવતા ગામ દોડવાડા નિશાળ ફળિયામાં સીતાબેન અરવિન વસાવાના ઘરના વાડામાં પીંજરું મૂકેલું હતું.અરવિંદ વસાવાનું બકરુ હતુ જે સ્કૂલની બાજુમાં એમનું ઘર છે ત્યાંથી પરમ દિવસે બકરું ખેંચી ગયો એટલે લોકો દોડ્યા હતો પણ બકરું મરી ગયું હતું. બકરાનો શિકાર કરી બાજુની વાડીમાં પડેલું હતું તે જ બકરાને પાંજરામાં મૂક્યું હતું 4 તારીખે અને આજરોજ વહેલી સવારે 6 વાગ્યે દીપડો પાંજરે પુરાયો હતો.

જે નર દીપડો પાંજરે પુરાયા બાદ તેને હીરાપોર નર્સરી ઉપર લઈ જઈ તેની તપાસ કરતા જેની લંબાઈ 165 સે.મી. અને ઊંચાઈ 62 સે.મી અને વજન આશરે 75 કિલોગ્રામ છે.જે આગવ ક્યારેય પાંજરે પુરાયો નથી તેને ઉચ્ચ અધિકારીઓની સૂચના અને આદેશ મુજબ ઊંડાણના જંગલોમાં છોડી મૂકવામાં આવશે .

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande