
પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષકભગીરથસિંહ જાડેજા સાહેબ દ્વારા પોરબંદર જીલ્લામાંથી ગેરકાયદેસર દારૂના જથ્થામાં પકડાયેલ ઇસમ વિરૂધ્ધમાં પાસા હેઠળના અટકાયતી પગલા લેવા સુચના કરેલ હોય જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ ગ્રામ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ ઉદ્યોગનગર પો.સ્ટે. ગુ.ર.નં.પાર્ટ સી-11219010250392/2025 પ્રોહી એકટ કલમ- 66(1) બી, 65(એ) (ઈ), 116બી, 98(2), 81, 83 મુજબ મુજબના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપી દેવા જેઠાભાઇ કોડીયાતર, ઉ.વ.26, રહે.બોખીરા, રબારીકેડા,. પોરબંદરવાળા વિરૂધ્ધમાં પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પો.ઈન્સ. ડી.જી. ગોહીલ, ઉદ્યોગનગર પો.સ્ટે. પોરબંદર એ પાસા દરખાસ્ત તૈયાર કરી પોરબંદર જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલતા પોરબંદર જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આ સામાવાળાને પાસા હેઠળ અમદાવાદ જેલમાં અટકાયતમાં રહેવા પાસા વોરન્ટ ઇસ્યુ કરતા એલસીબીના પીઆઇ આર.કે.કાંબરીયાએ આરોપીને પાસા વોરંટની બજવણી કરી અમદાવાદ જેલ ખાતે ધકેલી દીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya