
પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) પોરબંદર ખાતે રહેતા વિજ્યાબેન તેમના પુત્ર સાથે રામબા કોલેજ પાસેથી એક ઓટો રીક્ષામાં કમલાબાગ સર્કલ જવા માટે બેઠેલ તે દરમ્યાન રાણાવાવ સરકારી હાઇસ્કુલનું તેમની પાસે રહેલ હાર્મોનિયમ રીક્ષામાં રાખેલ જેની આશરે કિ.રૂ.15,000/- છે જે રીક્ષામાં ભુલાઈ ગયેલ હોય જે શોધવા માટે અરજદાર રૂબરૂ આવી અરજ કરતા નેત્રમ ઇન્ચાર્જ દ્વારા નેત્રમ સ્ટાફને રીક્ષા શોધવા માટે સુચના આપતા રીક્ષા જે રૂટ ઉપરથી પસાર થયેલ તે રૂટના VISWAS PROJECT ના સીસીટીવી કેમેરા ચેક કરતા રીક્ષાના રજી.નં. જે રિક્ષા ચાલકનો સંપર્ક કરી વિજ્યાબેનના ભુલાઇ ગયેલ હાર્મોનિયમ અને રિક્ષા ચાલકને રૂબરૂ બોલાવી પરત કરાવેલ જે બાબતે અરજદાર દ્વારા નેત્રમ શાખાના સ્ટાફ તેમજ રીક્ષા ચાલક રાજુ રાળા નો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya