
રાજકોટ,6 ડિસેમ્બર (હિ.સ.) રાજકોટ તાલુકાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 23 ડિસેમ્બર (મંગળવાર) ના રોજ સંબંધકર્તા મામલતદાર કચેરી ખાતે યોજાશે. આ કાર્યક્રમ અંગેના પ્રશ્નો બે નકલમાં અરજદારોએ સંબંધકર્તા મામલતદારને 10 ડિસેમ્બર સુધીમાં મોકલી આપવાના રહેશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજુ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાના રહેશે નહિ. પ્રથમ વાર અરજી કરતા હોય તેવા પ્રશ્ન રજુ કરવા નહિ. આ માટે એક અરજીમાં એક જ પ્રશ્ન મોકલી શકાશે. અરજીના મથાળે ‘‘તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી એમ લખવાનું રહેશે. અરજી બે નકલમાં જરૂરી પુરાવા સાથે આપવાની રહેશે
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ