
- સરદાર સાહેબના આદર્શો અને બહુમૂલ્ય વિચારોને જનજન સુધી પહોંચાડતાં પાલનપુરના ગજુકાકા
- ઐતિહાસિક યુનિટી માર્ચ યુવાનોની ઉર્જા, સામાજિક આગેવાનોની પ્રતિબદ્ધતા અને ગ્રામજનોના અટલ સમર્થનથી સફળ બની છે ગુજરાતના શિક્ષણવિદ ગજેન્દ્રકુમાર જોશી
રાજપીપલા, 6 ડિસેમ્બર (હિ.સ.) ગુજરાતના શિક્ષણ ક્ષેત્રનું ગૌરવ, શિક્ષણવિદ ગજેન્દ્રકુમાર જોશી સરદાર સાહેબની જન્મભૂમિ કરમસદથી કેવડિયા ખાતે સરદાર સાહેબની વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા, સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાયા છે.
પાલનપુરના 71 વર્ષીય ગજુકાકાએ કહ્યું કે, હું લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ કરમસદથી આ રાષ્ટ્રીય યુનિટી માર્ચમાં જોડાયો છું. સરદાર સાહેબના બહુમૂલ્ય વિચારોને જન-જન સુધી પહોંચાડવા માટે આયોજિત આ પદયાત્રાના આયોજન બદલ હું સરકારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
પ્રથમ દિવસથી જ સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની આ ઐતિહાસિક યાત્રામાં અસંખ્ય દેશભક્તોની ભાગીદારી જોવા મળી છે. દેશભરથી જોડાયેલા યુવાનોની ઉર્જા, સામાજિક આગેવાનોની પ્રતિબદ્ધતા અને ગ્રામજનોના અટલ સમર્થનથી સરદાર સાહેબને સમર્પતિ આ રાષ્ટ્રીય પદયાત્રા સફળ બની છે. આ બધાનો અદભૂત ઉત્સાહ મારા માટે દર્શનીય અને પ્રેરણાદાયી રહ્યો છે.
આ પદયાત્રા દ્વારા સરદાર સાહેબના એકતા, અખંડિતાતા અને રાષ્ટ્રભાવનાના વિચારો વ્યાપક રીતે જનજન સુધી પહોંચી રહી છે, જે જાણીને હું ખુબ આનંદનો અનુભવી રહ્યો છું. પદયાત્રા જ્યાં જ્યાં પહોંચી ત્યાં નાગરિકોનો હૃદયસ્પર્શી આવકાર અને પદયાત્રીઓના સંવાદાત્મક વ્યવહારથી સરદાર સાહેબના વિચારોને વધુ અસરકારક રીતે લોકો સુધી પહોંચાડી શકીશુ. આ દુરંદેશી નેતૃત્વ હેઠળ પ્રારંભાયેલી રાષ્ટ્રીય પદયાત્રા છે. જે બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું.
નોંધનીય છે કે, સરદાર સાહેબની 150મી જન્મજયંતિના અવસરે સરદાર પટેલ સાહેબની જન્મભૂમિ કરમસદથી પ્રારંભાયેલી આ રાષ્ટ્રીય યુનિટી માર્ચ આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સંપન્ન થશે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ