સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાની 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગરમાં આજે થશે પૂર્ણાહુતિ
- પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે વડોદરા, 6 ડિસેમ્બર (હિ.સ.) ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર@150 રાષ્ટ્રીય
Sardar@150 Rashtriya Ekta Padyatra


- પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

વડોદરા, 6 ડિસેમ્બર (હિ.સ.) ભારત રત્ન સરદાર વલ્લભભાઇ પટેલને તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે સ્મરણાંજલિ આપવા માટે કરમસદથી નીકળેલી સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 11 દિવસના પરિભ્રમણ બાદ એકતાનગર ખાતે સ્થિત સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આ યાત્રા પૂર્ણ થશે. આ એકતાયાત્રાના પૂર્ણાહુતિ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ સી.પી.રાધાકૃષ્ણન ઉપસ્થિત રહેશે.

સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રા 26ના રોજ સરદાર સાહેબના જન્મ સ્થાન કરમસદથી આરંભાઇ હતી. 11 દિવસ ચાલેલી આ યાત્રા આણંદ ઉપરાંત વડોદરા, નર્મદા જિલ્લાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પરિભ્રમણ કરી કેવડિયા પહોંચી છે.

આ એકતા પદયાત્રા વિશેષ બની રહી છે. ગાંધીજી સાથે જોડાયેલી દાંડી માર્ચ બાદ સરદાર સાહેબ સાથે જોડાયેલી આ પદયાત્રાએ સમગ્ર દેશમાં એકતા, ભાઇચારા તથા એક ભારત, શ્રેષ્ઠ ભારત, આત્મનિર્ભર ભારતનો સંદેશ પ્રસરાવ્યો છે.

માય ભારત એપ્લિકેશન મારફત આ યાત્રામાં જોડાયેલા દેશભરના 150 કાયમી પદયાત્રીઓમાં પણ ગુજરાતની આગવી છબી પ્રસ્થાપિત થઇ છે.

ગુજરાતની મહેમાનગતિ ઉપરાંત આ પ્રાંતની સાંસ્કૃતિક, ધાર્મિક અને ઐતિહાસિક બાબતોથી તેઓ સુપેરે પરિચીત થયા છે.

આ યાત્રા આયોજનની દ્રષ્ટિએ પણ સિમાચિહ્નરૂપ બની રહી છે. કેન્દ્રીય મંત્રી મનસુખઇ માંડવિયાએ આ યાત્રાને સતત માર્ગદર્શન અને નેતૃત્વ પૂરૂ પાડ્યું છે. તમામ કાયમી પદયાત્રીઓ સાથેનો સંવાદ પણ અદ્દભૂત રહ્યો હતો. વિવિધ શૈક્ષણિક સંસ્થાના યુવાન વિદ્યાર્થીઓ પણ યાત્રામાં ઉત્સાહભેર સામેલ થયા હતા.

આણંદ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોમાં સરદાર@150 રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મધ્યાહન સમયે સરદાર ગાથાઓમાં દેશભરના મહાનુભાવોએ સરદાર સાહેબના જીવનના વિવિધ પાસાઓને ઉજાગર કર્યા હતા. રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમોએ પણ રંગત જમાવી હતી.

6 ડિસેમ્બરના રોજ એકતાનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ સી. પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ યાત્રાની પૂર્ણાહુતિ થશે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande