
પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) : જૂનાગઢ નજીકના માંગરોલ તાલુકાના સરસાલી ગામમાં રહેતી એક મહિલાને ઘરે પ્રસૂતિની પીડા ઉપડતા માંગરોલ 108 ની ટીમે તેને ઘરે પ્રસૂતિ કરાવી હતી. આધુનિક જીવનશૈલી ફાસ્ટ યુગમાં તમામ સુવિધાઓ આંગળીના ટેરવા પર ઉપલબધ થતી હોય છે.
જેમની એક સેવા 108 ને માનવામાં આવે છે. 108 ની ટિમ દ્વારા ગમે તેં સમયે કોઈપણ સારવાર માટે પહોચી જાય છે અને તાત્કાલિક સારવાર પુરી પાડે છે. એક પ્રસૂતાને સરસાલી ગામમાં રહેતા મહિલા બીજી ડિલિવરી પ્રસુતિની પીડા ઉપડતા 108 માંના ઈ.એમ.ટી. અમીનભાઈ દલ અને પાયલોટ ભરતભાઈ ચાવડા એ હેડ ઓફિસ પર રહેલા ફીઝીશ્યન ડો. શાહના માર્ગદર્શન હેઠળ અને પોતાની આવડત અને મળેલ તાલીમ ની મદદથી અને સમય સુચકતા ધ્યાનમાં રાખી આ મહિલાને ખૂબ વધુ પીડા ઉપડી હોવાથી 108 ના સ્ટાર દ્વારા ઘરે ડીલેવરી કરાવી હતી અને દીકરી નો જન્મ થયો હતો. એમ્બ્યુલન્સમાં પ્રથામિક સારવાર આપ્યા બાદ સરકારી હોસ્પિટલ કેશોદ વધુ સારવાર માટે સિફ્ટ કર્યા હતા. 108 ની સેવા એ આધુનિક સમયમાં મહત્વની સાબિત થઈ રહી છે દીકરિનો જન્મ થતા ઈ.એમ.ટી. અમીનભાઈ દલ, પાઇલોટ ભારતભાઈ ચાવડા અને માંગરોલ 108 ટીમને બિરદાવ્યા હતા. આ તકે જિલ્લાના પ્રોગ્રામ મેનેજર આકાશ અને જિલ્લાના એક્ઝિક્યુટિવ જયેશગીરી મેઘનાથી દ્વારા અભિનદન પાઠવવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya