જામનગરમાં સમર્પણ સર્કલ નજીક વાસા વીરા સોસાયટીમાં રહેતા મહિલા જજના મકાનમાં ચોરી
જામનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના વાસાવીરા પાર્ક વિસ્તારમાં ફેમીલી કોર્ટના જજના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 5.25 લાખની ચોરી થયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે જેમાં એક શખ્સ સામે શંકા દર્શાવતી ફરીયાદ નોંધાવવામાં આવી છે, દરમ્યાનમાં
ચોરી


જામનગર, 6 ડિસેમ્બર (હિ.સ.) : જામનગરના વાસાવીરા પાર્ક વિસ્તારમાં ફેમીલી કોર્ટના જજના મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 5.25 લાખની ચોરી થયાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે જેમાં એક શખ્સ સામે શંકા દર્શાવતી ફરીયાદ નોંધાવવામાં આવી છે, દરમ્યાનમાં પોલીસ દ્વારા આ ફરીયાદના આધારે તપાસનો ધમધમાટ આદર્યો છે.

મળતી માહિતી મુજબ, જામનગરમાં સમર્પણ સર્કલ પાસે વાસાવીરા પાર્ક શેરી નંબર-1માં રહેતા અને જામનગરના ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસ તૃપ્તિબેન ધીરજલાલ પડિઆના રહેણાંક મકાનમાંથી તાજેતરમાં સાડા પાંચ લાખની માલમતા ની ચોરી થઈ ગયા ની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાતાં ભારે ચકચાર જાગી છે. જેમાં શકદાર તરીકે આઉટસોર્સના એક કર્મી કે જેને ઘરનું રખોપુ રાખવા માટે જવાબદારી સોપી હતી તે શંકાના દાયરામાં આવતા આકાશ બીપીન કબીરા નામના આ શખ્સ સામે શંકા દર્શાવતી ફરીયાદ સીટી સી. ડિવિઝનમાં નોંધાવાતા આ અંગેની તપાસ પી.આઇ. એન.બી. ડાભી અને ટીમ ચલાવી રહ્યા છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફેમિલી કોર્ટના ચીફ જસ્ટિસ તૃપ્તિબેન પડિયા કે જેઓના મકાનની ફેરબદલી કરવામાં આવતી હતી, અને તમામ સામાન પેક કરીને એક મકાનથી બીજા મકાનમાં મૂકવામાં આવ્યો હતો, જ્યારે ન્યાયાધીશ ની અલગ અલગ કોર્ટમાં ફરજો હોવાથી તેઓની પણ ઘરે અને અન્ય તાલુકા મથકોમાં અવર-જવર રહેતી હતી.

દરમ્યાન ગત તા. 18.11.2025 થી 26.11.2025 ના સમયગાળા દરમિયાન અલગ અલગ સમયે કોઈ તસ્કર દ્વારા બે લાખની રકમ ઉપરાંત સોના ચાંદીના અલગ અલગ ઘરેણા સહિત પાંચ લાખ પચીસ હજારની માલમતા કે જે બેગ તથા અન્ય પાઉચ વગેરેમાં રાખવામાં આવેલા હતા, ત્યાંથી ચોરી કરી લઈ જવાયા છે. એક મકાનના સીસીટીવી કેમેરામાં આઉટસોર્સના કર્મી અને ઘરના રખોપા માટે જવાબદારી સોપેલ ઉપરોકત શકમંદની શંકાસ્પદ હીલચાલ જોવા મળી હતી જેથી આકાશનું નામ શકદાર તરીકે આપવામાં આવ્યુ છે. દરમ્યાનમાં પોલીસ દ્વારા આ અંગે તપાસનો ધમધમાટ આદરવામાં આવ્યો છે અને અલગ અલગ દીશામાં પણ તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande