

પોરબંદર, 6 ડિસેમ્બર (હિ.સ.) વાહન અકસ્માતો નિવારવા માટે વાહન ચેકિંગ તથા રોડ તથા હાઈવે રોડ પર પેટ્રોલીંગ રાખવા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા એ પોરબંદર જીલ્લાના દરેક પોલીસ સ્ટેશન તથા ટ્રાફિક શાખાને સૂચના આપેલ હોય જે સૂચના મુજબ પોરબંદર જીલ્લામાં કામગીરી કરવામાં આવી રહી છે.
ટ્રાફિક શાખાની ટીમ વાહન ચેકિંગ તથા પેટ્રોલીંગની કામગીરી દરરોજ કરી રહી છે જે અનુસંધાને રાત્રીના અગિયાર વાગ્યે ટ્રાફિક પી.એસ. આઈ.કે.બી.ચૌહાણ તથા તેમની ટીમ નાઈટ રાઉન્ડમાં નીકળેલ હતી દરમ્યાન પેટ્રોલીંગ ફરતા ફરતા એકાદ વાગ્યે ઓડદર રોડ પર પહોંચતા રોડ વચ્ચે એક વડ વૃક્ષની ડાળ અકસ્માત સર્જે તે રીતે લટકતી જોવામાં આવેલ હતી, જેથી ડ્રાયવરે તરત પોલીસ વાન સાઈડમાં ઉભું રાખી દીધેલ અને પોલીસ ટીમ તરત જ વાહનમાંથી નીચે ઉતરી વૃક્ષની ડાળી દૂર કરવાની કોશિશ કરેલ પરંતુ દૂર થયેલ નહીં અને દૂર કરવાના પ્રયત્નો ચાલુ હતા દરમ્યાન પસાર થતા વાહનચાલકોને રોકી મદદ કરવા જણાવતાં તરત જ મદદ માટે તૈયાર થયેલ અને ડાળી દૂર કરવા પ્રયત્નો કરવા છતાં ડાળી દૂર થયેલ નહીં ત્યારબાદ એક દોરડું લઈ ડાળીમાં બાંધી વાહનથી ખેંચતા લટકતી ડાળ નીચે રોડ પર પડતા પોલીસ ટીમ તથા વાહનચાલકોએ રોડ વચ્ચેથી દૂર કરેલ હતી અને રોડ કલીયર કરેલ હતો. ત્યારબાદ ટ્રાફિક પી.એસ.આઈ.કે. બી.ચૌહાણએ વાહનચાલકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya