સિદ્ધપુરમાં ડૉ. આંબેડકરની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. અફીણ ગેટ ખાતે આવેલી તેમની પ્રતિમા સમક્ષ દલિત સમાજના આગેવાનો, અગ્રણી નાગરિકો અને વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામા
સિદ્ધપુરમાં ડૉ. આંબેડકરની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ


સિદ્ધપુરમાં ડૉ. આંબેડકરની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કાર્યક્રમ


પાટણ, 6 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુરમાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. અફીણ ગેટ ખાતે આવેલી તેમની પ્રતિમા સમક્ષ દલિત સમાજના આગેવાનો, અગ્રણી નાગરિકો અને વિવિધ રાજકીય પક્ષોના કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને ફૂલહાર અર્પણ કરી ભાવભરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.

કાર્યક્રમમાં જે. એલ. પરમાર, હરેશભાઈ, જયાબેન શાહ, રાજેશ ચાવડા સહિત અનેક ભાઈઓ-બહેનો જોડાયા હતા. સૌએ સૂત્રોચ્ચાર સાથે ભારતના બંધારણ નિર્માતા ડૉ. આંબેડકરના કાર્યને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરની અધ્યક્ષતામાં ડૉ. આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હમીદભાઈ માંકણોજીયા, દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને નગરમાં સ્થાપિત અન્ય મહાનુભાવોની પ્રતિમાઓને પણ પુષ્પમાળા અર્પણ કરી હતી.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande