સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ
- 50 હજાર હરિભક્તોની હાજરી. અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ સંસ્થાના વડા તરીકે મળેલી જવાબદારીના 75 વર્ષ થવાના ભાગરૂપે આ ભવ્ય સમારોહનું આયોજન થયું છે. હરિભક્તો
સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ


સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ


સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ


સાબરમતી રિવરફ્રન્ટ ખાતે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા આયોજિત પ્રમુખવરણી અમૃત મહોત્સવ


- 50 હજાર હરિભક્તોની હાજરી.

અમદાવાદ, 8 ડિસેમ્બર (હિ.સ.) : બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિવસ નિમિત્તે આ સંસ્થાના વડા તરીકે મળેલી જવાબદારીના 75 વર્ષ થવાના ભાગરૂપે આ ભવ્ય સમારોહનું આયોજન થયું છે. હરિભક્તો અને સૌ કોઈ ઘણા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તેવા તેવા ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવ’નો રંગારંગા કાર્યક્રમ રવિવારે અમદાવાદના આંગણે યોજાયો.

મહંત સ્વામિની ઉપસ્થિતિમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાયેલા આ કાર્યક્રમમાં 50 હજારથી વધુ હરિભક્તો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રમુખસ્વામી મહારાજના નિઃસ્વાર્થ સેવાકાર્યોને શ્રેણીબદ્ધ પ્રસ્તુતિઓ દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિતના નેતાઓએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા.

કાર્યક્રમમાં સંબોધન દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે, આંબલીવાળી પોળ સમગ્ર વિશ્વ માટે મુલાકાત માટેનું અવિસ્મરણીય સ્થાન બનશે.

મહંત સ્વામી મહારાજ સહિત સંત-મહાત્માઓ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત મહાનુભાવો તથા હરિભક્તોની સાથે સહભાગી થવાનો અવસર આધ્યાત્મિક ઊર્જાની અનુભૂતિ આપનાર બની રહ્યો.

આ દિવ્ય અવસરે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની પ્રેરણા આપતા વિવિધ પ્રકાશનોનું વિમોચન કર્યું.પ્રમુખસ્વામી મહારાજે પોતાના સમગ્ર જીવનકાળમાં જે સેવાયજ્ઞ આદર્યો, તે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે નિષ્કામ સેવાનો પ્રેરણાસ્રોત છે.તેમણે સમાજ, રાષ્ટ્ર અને સંસ્કૃતિ માટે અમૂલ્ય પ્રદાન કર્યું, જેમાં આપત્તિ રાહત કાર્યો, વ્યસનમુક્તિ અભિયાન તેમજ શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રનું યોગદાન અવિસ્મરણીય છે. તેમનું જીવન સામાજિક ઉત્થાન અને વ્યક્તિ નિર્માણના કાર્યને સમર્પિત રહ્યું હતું.

તેમના પદચિન્હો પર ચાલતા પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ બીએપીએસ સંસ્થા આજે પણ શિક્ષણ, આરોગ્ય અને સંસ્કાર સિંચનના કાર્યો દ્વારા સમાજને જોડીને વિકસિત ગુજરાતના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન આપી રહી છે.આપણે સૌ તેમણે બતાવેલ માર્ગ પર ચાલીને સદાય સેવા, સમરસતા અને સદભાવના ગુણોને જીવનમાં ઉતારીએ.

બીએપીએસના આજીવન પ્રમુખ તરીકે નિયુક્તના 75 વર્ષની ભવ્ય ઉજવણી સાબરમતી નદીના કિનારે, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે પ્રમુખવરણી અમૃત મહોત્સવની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે પ્રમુખસ્વામી મહારાજને 1950માં અમદાવાદમાં આંબલીવાળી પોળ ખાતે બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યાને 75 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરવામાં આવી હતી.

અમિત શાહ, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને જગદીશ પંચાલે મહંત સ્વામીના આશીર્વાદ લીધા

અમદાવાદના આંગણે યોજાયેલા બીએપીએસના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી, અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ પંચાલે હાજરી આપી મહંત સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા. બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અમિત શાહે પ્રમુખસ્વામી મહારાજ સાથે તેઓના અનેક સંસ્મરણોને યાદ કર્યા હતા અને પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉપરાંત, પ્રમુખસ્વામી મહારાજના આધ્યાત્મિક અનુગામી પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ગતિમાન બી.એ.પી.એસ.ની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની પ્રશંસા કરી હતી.

કાર્યક્રમની પૂર્ણાહૂતિ સમયે મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને લગભગ 50 હજાર હરિભક્તોએ સાથે મળીને આરતી કરી ત્યારે અલૌકિક માહોલ રચાયો હતો. બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા દ્વારા નૃત્યાંજલિ પ્રસ્તુત કરવામાં આવી હતી. કાર્યક્રમના સમાપનમાં ભવ્ય આતશબાજી સાથેની અદભુત પ્રસ્તુતિ સાથે ‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવની જય’ ના નાદ સાથે આ ઐતિહાસિક અવસરનું સમાપન થયું હતું.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande