
ગીર સોમનાથ, 8 ડિસેમ્બર (હિ.સ.) : ગીર સોમનાથ જીલ્લા ના યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિર. ખાતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. મંદિરના પ્રવેશ નજીકના વિસ્તારમાં પાથરણા વાળાને હટાવવામાં આવીયા છે. ટ્રાફિક સમસ્યા અને સ્વચ્છતાને ધ્યાને લઇ તંત્રની કામગીરી કરવામાં આવી હતી. આ વર્ષો જુના 150 જેટલા પાથરણા વાળાઓને નવી હાટ બજારમાં જગ્યા ફાળવાઈ આવી છે. જિલ્લા કલેક્ટર એન.વી.ઉપધ્યાય એ સ્થળ મુલાકાત કરી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા નગરપાલિકા તંત્રને ફરી દબાણ ના થાય તે માટે કરી તાકીદ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ