મંત્રી કમલેશ પટેલે જૂનાગઢ ખાતે રૂ.13.53 કરોડ ખર્ચે નિર્મિત પોલીસ આવાસનું લોકાર્પણ કર્યું
જુનાગઢ, 8 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે આજે જૂનાગઢ ખાતે રૂ. 13.53 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યમંત્રીએ પોલીસ
જૂનાગઢ ખાતે રૂ. ૧૩.૫૩ કરોડના


જુનાગઢ, 8 ડિસેમ્બર (હિ.સ.) : રાજ્યના નાણાં, જેલ અને પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે આજે જૂનાગઢ ખાતે રૂ. 13.53 કરોડના ખર્ચે નવનિર્મિત પોલીસ આવાસ અને જિલ્લા જેલના મહિલા બેરેક સહિતના મકાનોનું લોકાર્પણ કર્યું હતું.

રાજ્યમંત્રીએ પોલીસ જવાનો અને તેમના પરિવાર માટેના આવાસો ઉપરાંત જિલ્લા જેલની પણ મુલાકાત કરીને નવનિર્મિત મહિલા બેરેક સહિતના બાંધકામનું પણ નિરીક્ષણ કર્યું હતું.

રાજ્યના નાણાં, જેલ,પોલીસ હાઉસિંગ વિભાગના રાજ્યમંત્રી કમલેશ પટેલે જણાવ્યું હતું કે, રાષ્ટ્રની સુરક્ષા અને હંમેશા રાજ્યમાં શાંતિ જળવાઈ રહે તે માટે સુરક્ષા કર્મીઓનું મનોબળ ટકાવી રાખવું અત્યંત આવશ્યક છે, તેમના દિવસ રાતના પરિશ્રમથી જ લોકો સુખ શાંતિથી રહી શકે છે, ત્યારે નાગરિકોના સંરક્ષણ માટે સતત દોડતા જવાનો અને તેમના પરિવારજનોને ગુણવત્તા યુક્ત રહેણાંક સુવિધાઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત ચિંતિત રહીને જરૂરી કાર્ય કર્યા છે.

તેમણે ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના ગૃહ મંત્રી અમિત શાહ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સુરક્ષા વિષયક બાબતોનો પ્રાથમિકતા આપી છે, આ સાથે પોલીસ જવાનોની સુખાકારીની પણ ખેવના રાખી છે.

આ પ્રસંગે જૂનાગઢ જેલના અધિક્ષક જે.આર. સિસોદિયાએ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોને શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતાં.

રાજ્યમંત્રીએ પોલીસ કર્મીઓ માટેના આવાસોની તકતીનું અનાવરણ કરવાની સાથે આ નવીન આવાસોની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, જેલ ફાર્મવાડીમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. દ્વારા રૂ. ૧૧.૧૮ કરોડના ખર્ચે બી કેટેગરી- ૩,૨ સી - કેટેગરીના ૧૦ અને ડી - કેટેગરીના ૧ આવાસનું ફર્નિચર સહિતની અન્ય અધ્યતન સુવિધા સાથેના લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા જેલ ખાતે જે રૂ. ૨.૩૫ કરોડના ખર્ચે કરોડના મહિલા બેરેક, રેકર્ડ રૂમ, સુબેદાર તથા જેલ ગાર્ડ રૂમ, એસઆરપી બેરેક સહિતના બાંધકામોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, શાસક પક્ષના નેતા મનન અભાણી, શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલીયા, પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, દંડક કમલેશભાઈ અજવાણી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ, પોલીસ હાઉસિંગના કાર્યપાલક ઇજનેર વી. એમ. મેનપરા, અન્ય ઇજનેર ડી. એન. દામોદ્રા, મિનલ પટેલ સહિત પોલીસ અને જિલ્લા જેલના વિભાગના અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande