સાંતલપુરમાં પીપરાળા ચેકપોસ્ટ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો
પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.)સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પર ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી રાજસ્થાનથી કચ્છના સામખિયાળીની દિશામાં માટીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ કાર્યવાહી દરમિયાન બે રાજસ્થાની શખ્સોને અટક
સાંતલપુરમાં પીપરાળા ચેકપોસ્ટ પર વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો


પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.)સાંતલપુર પોલીસે પીપરાળા ચેકપોસ્ટ પર ગુપ્ત બાતમીના આધારે વોચ ગોઠવી રાજસ્થાનથી કચ્છના સામખિયાળીની દિશામાં માટીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે. આ કાર્યવાહી દરમિયાન બે રાજસ્થાની શખ્સોને અટકાયત કરવામાં આવ્યા છે.

ઝડપાયેલા દારૂનો મુદ્દામાલ સાંતલપુર પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે, જ્યાં જથ્થાની વિગતવાર ગણતરી ચાલી રહી છે. પોલીસે બંને આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે.

દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં સપ્લાય થવાનો હતો તે અંગે પોલીસ તપાસ આગળ ધપાવી રહી છે. સાથે જ આ ઘટનામાં પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande