
પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.)પાટણમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીનું જોર નોંધપાત્ર રીતે વધ્યું છે. સોમવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે ગયા સોમવારે તે 17 ડિગ્રી હતું. આ રીતે એક સપ્તાહમાં તાપમાનનો પારો 2 ડિગ્રી નીચે ઉતર્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મહત્તમ તાપમાન 28 ડિગ્રી નોંધાયું હતું.
ઠંડા પવનોના કારણે શહેરના લોકો વધુ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં રહેવાસીઓ ઠંડીથી બચવા તાપણાનો સહારો લઈ રહ્યા છે.
વધતી ઠંડીને કારણે જનજીવન પર અસર પડી રહી છે. વહેલી સવારે વોકિંગ માટે નીકળતા લોકો સ્વેટર, મફલર સહિતના ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળી રહ્યા છે જેથી ઠંડીનો પ્રભાવ ઓછો અનુભવાય.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ