
અમરેલી,8 ડિસેમ્બર (હિ.સ.)શિયાળાની સિઝન શરૂ થતા જ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર અમરેલી જિલ્લામાં તલની ચીકી, સાની, તલ પાક અને ડ્રાયફ્રુટથી બનેલા વિવિધ પાકની માંગમાં વધારો જોવા મળે છે. આ પરંપરાગત ખોરાક માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ શિયાળાની ઋતુ માટે શરીરની જરૂરિયાતોને સંતુલિત રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે. આ અંગે અમરેલીની વેદ્ય અને આસિસ્ટન્ટ પ્રોફેસરપાયલ ચુડાસમાએ આયુર્વેદિક દૃષ્ટિકોણથી અગત્યની માહિતી આપી.
વેદ્ય પાયલ જણાવે છે કે શિયાળામાં “પચવામાં ભારે” અને “ચીકણાશવાળો” ખોરાક શરીરને અંદરથી ઇંધણ પૂરું પાડે છે. “શિયાળામાં બહારથી ઠંડક ભરેલો પવન શરીરને ઠંડુ પાડે છે. તેવી સ્થિતિમાં આપણા શરીરમાં રહેલો અગ્નિ — એટલે કે પાચન શક્તિ — ઘણી પ્રબળ બની જાય છે.ને અંદરથી ગરમી મળી રહે એ માટે ભારવાળો અને પોષક ખોરાક જરૂરી બને છે,” તેઓ કહે છે.
આયુર્વેદ અનુસાર જો આવા સમયમાં શરીરને જરૂરી પોષણ ન મળે તો અંદરની રચનાઓ ખપાઈ જવાની પ્રક્રિયા શરૂ થાય છે. તેના કારણે શિયાળામાં વધારે ભૂખ લાગવી સ્વાભાવિક છે. આ ભૂખને યોગ્ય ઇંધણ આપવા તલની ચીકી, સાની અને ડ્રાયફ્રુટ પાક ઉત્તમ માનવામાં આવે છે. તેમાં રહેલા લિપીદ (ચીકણાશ), પ્રોટીન અને નેચરલ ફેટ્સ ઉર્જા અને ગરમી પૂરી પાડે છે.
ડ્રાયફ્રુટમાં રહેલું ગુડ કોલેસ્ટ્રોલ અને યોગ્ય લિપીદ પ્રમાણ મજબૂત બનાવે છે. પાયલ ચુડાસમા જણાવે છે, “શિયાળામાં ત્વચા અને વાળ સૂકાઈ જવાનું પ્રમાણ વધી જાય છે. ચીકી અને સાનીમાં રહેલા ચીકણાશવાળા ઘટકોને નેચરલ ઓઈલિંગ આપે છે. જેના કારણે ત્વચાનું સૂકાપણું ઓછું થાય છે અને વાળને પણ પોષણ મળે છે.”
શિયાળામાંમાં ‘બળ’ સૌથી વધુ હોય છે, એટલે કે ભારે અને પૌષ્ટિક ખોરાક આસાનીથી પચાવી શકે છે. તેથી આ ઋતુમાં ચીકણાં પાક ખાવું માત્ર ફાયદાકારક જ નહીં, પરંતુની ક્ષમતાનું સંવર્ધન પણ કરે છે.
વેદ્ય પાયલ ચુડાસમા કહે છે કે શિયાળામાં સાની–ચીકી સાથેવ્યાયામકરવો અત્યંત જરૂરી છે.ને મળતી પ્રબળ Energyને યોગ્ય દિશામાં વાપરવા કસરત મહત્વની છે. “ગોળ અને તલની ચીક્કી Instant Energy આપે છે. શિયાળામાંને વધારાની Energyની જરૂર હોય છે, જેને પૂરી પાડવામાં આ પરંપરાગત ખોરાક મહત્ત્વની ભૂમિકા ભજવે છે,” તેઓ ઉમેરે છે.
શિયાળામાં ચીકણાં અને પચવામાં ભારે ખોરાક માત્ર પરંપરા નહીં, પરંતુ આયુર્વેદિક રીતેની અંદરથી સુરક્ષા વધારતું નેચરલ Health Package છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai