સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા ગીતા જયંતી ઉત્સવ નિમિત્તે વિશિષ્ટ પાંચ દિવસીય યુવાગીતા શિબિર યોજાઈ
ગાંધીનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય નિવાસી યુવા ગીતા પરિચય શિબિર- 04 કડી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 21 કોલેજોમાંથી 80 વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે યુવા ગીતા કોઓર્ડીનેટર ઉર્વી
યુવાગીતા શિબિર યોજાઈ


યુવાગીતા શિબિર યોજાઈ


યુવાગીતા શિબિર યોજાઈ


યુવાગીતા શિબિર યોજાઈ


ગાંધીનગર, 8 ડિસેમ્બર (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય નિવાસી યુવા ગીતા પરિચય શિબિર- 04 કડી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 21 કોલેજોમાંથી 80 વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા. મુખ્ય વક્તા તરીકે યુવા ગીતા કોઓર્ડીનેટર ઉર્વીશભાઈ પટેલ તેમજ મહેમાન વક્તા તરીકે ડૉ. ગોપાલ ઉપાધ્યાય દ્વારા યુવાનોને મા ગીતાનું તેજસ્વી જ્ઞાન પીરસવામાં આવ્યું હતું આમ અદ્દભુત પ્રકલ્પ યુવાગીતા થકી જીવિકાલક્ષી શિક્ષણની સાથે સાથે યુવાનો જીવનલક્ષી શિક્ષણ મેળવીને કૃતાર્થ થયા હતા.

શિબિર દરમિયાન યુવાગીતાની ભૂતકાળમાં થયેલી પરિચય શિબિરના વિદ્યાર્થીઓ દ્વારા મા ગીતા પ્રત્યે કૃતજ્ઞતારૂપે સ્વરચિત કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. સંસ્થાના માનનીય ચેરમેન સાહેબ શ્રી વલ્લભભાઈ એમ. પટેલ દ્વારા ઉદ્ઘાટન સત્ર દરમિયાન વિદ્યાર્થીઓને પારિતોષિક અને કીટ આપીને પ્રોત્સાહિત કરી ઉપસ્થિત સૌને પ્રેરણા પૂરી પાડી હતી. કાર્યક્રમ દરમિયાન સેલ્ફી પોઇન્ટ અને મા ગીતાનું બુક સ્ટેન્ડ, શાળાના 18 નાના બાળકો દ્વારા પ્રાર્થના અને શંખનાદ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શિબિર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ, રમતગમત, સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સમાપન સત્રમાં ઉમા આર્ટસ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજના આચાર્ય ડૉ. લલીતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મા ગીતાની આરતી અને પ્રસાદ સાથે શિબિરની પુર્ણાહુતિ કરવામાં આવી હતી. શિબિરના સફળ સંચાલન માં 9 સારથી જેમાં વરમોરા કાર્તિક વલ્લભભાઈ, ગોસ્વામી ધ્રુવિલ સુનિલગિરિ, પટેલ રીતુ કનૈયાલાલ, પંડ્યા હર્ષકુમાર રાજેન્દ્રભાઇ, દેસાઈ ઝીલ અમૃતભાઈ, ચુડાસમા પાર્થરાજસિંહ અર્જુનસિંહ, તીથી અશ્વિનકુમાર પટેલ, પટેલ ભવ્યા હર્ષદભાઈ, કેવલ મહેશકુમાર બારોટ દ્વારા જેહમત ઉઠાવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande