


પાટણ, 8 ડિસેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર તાલુકાના ખોલવાડા ગામમાં એક મહત્વપૂર્ણ વિકાસકાર્યની શરૂઆત થઈ છે. રૂ. ૧૭૫ લાખના ખર્ચે બનનાર રોડનું શુભ ખાતમુહૂર્ત માન. ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે સંપન્ન થયું.
ધારાસભ્ય જણાવ્યું કે ,આ રોડના નિર્માણથી ખોલવાડા ગામ અને માળીપુરા નદી આસપાસના વિસ્તારને મોટા ફાયદા મળશે. પરિવહન સુવિધાઓમાં સુધારો થશે, ગ્રામજનોને રોજિંદા જીવનમાં સરળતા મળશે અને ખેતી-વ્યવસાય માટેના માર્ગ વધુ સુલભ બનશે. આ માર્ગ ગામના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ કડી સાબિત થશે.
આ પ્રસંગે દિલીપજી ઠાકોર, ગોપાલજી રાજપુત, મહેન્દ્રભાઈ પરમાર, વિષ્ણુભાઈ પટેલ, વિક્રમસિંહ ઠાકોર, અશોકભાઈ પટેલ, લાખાભા દેસાઈ સંગઠનના હોદ્દેદારો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ