મહાકુંભનગર, નવી દિલ્હી, 22 ફેબ્રુઆરી (હિ.સ.). શ્રી કાંચી કામકોટી પીઠના વડા અને જગદગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી, 23 ફેબ્રુઆરી, રવિવારના રોજ પ્રયાગરાજ મહાકુંભ પહોંચશે. શંકરાચાર્ય દક્ષિણ ભારતના વૈદિક વિદ્વાનો સાથે સંગમમાં ડૂબકી લગાવશે અને માં ગંગાની પૂજા-અર્ચના કરશે. આ માહિતી કાંચી કામકોટી પીઠના પ્રતિનિધિ વી.એસ.સુબ્રમણ્યમ મણિ દ્વારા આપવામાં આવી હતી.
વી.એસ.સુબ્રમણ્યમ મણિએ હિન્દુસ્થાન સમાચાર ને જણાવ્યું હતું કે, કાંચી પીઠ કેમ્પ મહા કુંભ મેળા વિસ્તારના સેક્ટર 20 માં સ્થાપિત થયેલ છે. શંકરાચાર્ય વિજયેન્દ્ર સરસ્વતીની જન્મજયંતિ ઉજવણી ત્યાં યોજાઈ રહી છે. માનવ કલ્યાણ અને વિશ્વ શાંતિ માટે આ ઉત્સવમાં અનેક પ્રકારના ધાર્મિક વિધિઓ ચાલી રહી છે. 23 ફેબ્રુઆરીએ યોજાનારી આ ધાર્મિક વિધિમાં જગદગુરુ શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતી પણ ભાગ લેશે.
હિન્દુસ્થાન સમાચાર / બૃજ નંદન / મહેશ પટારિયા
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ