સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.)-સુરતના કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે વિકૃતી ધરાવતા 57 વર્ષના આધેડે 13 વર્ષની સગીરા પર લિફ્ટમાં છેડતી કરી હતી. આધેડે સગીરા સાથે અડપલા કર્યા હતા. જ્યારે સગીરા તેના ઘરે જાય છે, ત્યારે આ મામલે તેના માતા-પિતાને જાણ કરે છે. આ પછી તેમને પોલીસમાં જાણ કરી હતી.
સમગ્ર ઘટના અંગે પોલીસને જાણ થતાની સાથે લિફ્ટના સીસીટીવી કેમેરા તપાસ્યા હતા. જેમાં સમગ્ર ઘટના કેદ થઈ હતી. આ પછી પોલીસે આધેડની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે