પોરબંદર, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા અને ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા - 2025 નું આયોજન થનાર હોય આથી જિલ્લા કક્ષાએ બોર્ડની જાહેર પરીક્ષાનું સુચારુ આયોજન થાય તે માટે સરકારી પ્રતિનિધિઓ માટે જિલ્લા શિક્ષણાધિકારી વી.કે.પરમાર અધ્યક્ષ સ્થાને નવયુગ વિદ્યાલય પોરબંદર ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી વી કે પરમાર દ્વારા બોર્ડની જાહેર પરીક્ષા દરમિયાન કઈ કઈ તકેદારી રાખવી તેમજ પરીક્ષાનું સુચારુ આયોજન થાય તે માટે સરકારી પ્રતિનિધિઓને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યુ તેમજ જિલ્લામાં વિધાર્થીઓ નિર્ભયપણે અને સારા વાતાવરણમાં પરીક્ષા આપે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી. તેમજ SSCના ઝોનલ અધિકારી સંદીપ સીની દ્વારા સરકારી પ્રતિનિધિઓને પોતાની પરીક્ષા દરમિયાન વિવિધ તકેદારીઓ રાખવા તેમજ સુચારું રીતે યોજાય તે માંટે વિગતવાર માર્ગદર્શિત કરવામાં આવ્યું હતું અને HSC EXAMINATION ના ઝોનલ અધિકારી નમ્રતાબેન વાઘેલા દ્વારા પણ સરકારી પ્રતિનિધિઓને પરીક્ષા દરમિયાન ભૂમિકા અંગે સમજણ આપવામાં આવી હતી.અને ત્યારબાદ સરકારી પ્રતિનિધિઓને પરીક્ષાની ગોપનીયતા જળવાય રહે તે માટે PATA Application વિશે જાણકારી આપવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya