24 ફેબ્રુઆરીએ સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં 8મી નેશનલ એચઆર કોન્કલેવ યોજાશે
સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. 24 ફેબ્રુઆરી ર૦રપના રોજ સવારે ૦9 થી બપોરે 2.30 કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘ઉદ્યોગ અને બિઝનેસની વૃદ્ધિ કરવામાં હ્યુમન રિસોર્સ (HR)ની ભૂમ
24 ફેબ્રુઆરીએ સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં 8મી નેશનલ એચઆર કોન્કલેવ યોજાશે


સુરત, 23 ફેબ્રુઆરી (હિ.સ.). ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સોમવાર, તા. 24 ફેબ્રુઆરી ર૦રપના રોજ સવારે ૦9 થી બપોરે 2.30 કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘ઉદ્યોગ અને બિઝનેસની વૃદ્ધિ કરવામાં હ્યુમન રિસોર્સ (HR)ની ભૂમિકા’થીમ સાથે 8મી નેશનલ એચઆર કોન્કલેવ યોજાશે. આ એચઆર કોન્કલેવના ઉદ્‌ઘાટન સમારોહમાં હિન્દુસ્તાન ઝિન્ક (વેદાંતા ગૃપ)ના સીઈઓ અરૂણ મિશ્રા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે અને એચઆર લીડરશિપ થકી હાઇ પરફોર્મન્સ કલ્ચરના નિર્માણ વિષે માર્ગદર્શન આપશે.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ જણાવ્યું હતું કે, ‘HR (હ્યુમન રિસોર્સ) માત્ર સ્ટાફ કર્મચારીઓની પસંદગી પૂરતું સીમિત નથી, પરંતુ કંપનીની સફળતા, સંસ્કૃતિ અને લાંબાગાળાની વૃદ્ધિ માટે એક અનિવાર્ય અને વ્યૂહાત્મક ભાગ છે. એચઆરના કારણે કંપનીમાં કર્મચારીઓની સંતુષ્ટતા, કાયદાકીય સલામતી, સકારાત્મક વાતાવરણ અને કર્મચારીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જેવા અનેક લાભ કંપનીને થાય છે, ત્યારે વ્યવસાય વૃદ્ધિને આગળ ધપાવવામાં એચઆરની બદલાતી ભૂમિકા વિષે ઉદ્યોગના અગ્રણી અને સ્વપ્નદ્રષ્ટાઓ સુરતના ઉદ્યોગ સાહસિકોને વિસ્તૃત માહિતી આપશે. ઉદ્યોગ સાહસિકો ટોચના એચઆર વ્યાવસાયિકો અને કોર્પોરેટ લીડર્સ સાથે નેટવર્ક બનાવી શકશે અને ભવિષ્ય માટે નવીન એચઆર વ્યૂહરચના બનાવી શકશે.

આ કોન્કલેવમાં હિરો ફયુચર એનર્જીસના ચીફ હયુમન રિસોર્સ ઓફિસર સુશ્રી ભાવના કિરપાલ મિત્તલ ‘HR as a Strategic Partner into the Business’ વિષે તથા પી પી સવાણી યુનિવર્સિટીના પ્રો–વોસ્ટ અને એકઝીકયુટીવ ડીન ડો. પરાગ સંઘાણી ‘HR Perspective for Developing Young Workforce’ વિષે ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને એચઆર પ્રોફેશનલ્સને વિસ્તૃત જાણકારી આપશે. કોન્કલેવ દરમ્યાન ‘Transforming HR into a Technology-Driven Function for Business Efficiency’ વિષય પર પેનલ ડિસ્કશન યોજાશે, જેમાં પૂજા મકસાના (Head – DEI & HR Business Partner – Global IT & Procurement, Sun Pharmaceutical Industries), સોહેલ સવાણી (Founder, Sohail & Co. & Sawani Institute of Labour Law & Skill Development), સુશ્રી આસમાની સુર્વે (Vice President-Human Resources, Goldi Solar) પેનલિસ્ટ તરીકે ભાગ લેશે.

આ પેનલ ડિસ્કશનમાં ચેમ્બરના માનદ્‌ ખજાનચી તેમજ સીનિયર ટ્રેઈનર એન્ડ ગ્રોથ સ્ટ્રેટેજિસ્ટ મૃણાલ શુક્લ અને રામ–ક્રિષ્ણા એક્ષ્પોટ્‌ર્સના ચીફ હ્યુમન કેપિટલ અને સસ્ટેનિબિલીટી ઓફિસર ડો. નિરવ મંડિર મોડરેટરની ભૂમિકા ભજવશે. આ કોન્કલેવમાં એમએસએમઈ, આઈટી, હોટેલ મેનેજમેન્ટ, હોસ્પિટાલિટી અને કોર્પોરેટ ક્ષેત્રની વિવિધ કંપનીઓ અને એચઆર પ્રોફેશનલ્સ ઉપસ્થિત રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય


 rajesh pande