•અમારો વીડિયો કોણે ઉતાર્યો છે કહી માથામાં કડું મારતાં ચકચાર
મોડાસા, 23 ફેબ્રુઆરી (હિ.સ.).
મોડાસા તાલુકાના દાવલી સ્ટેન્ડ પાસે આવેલી દાલબાટીની હોટેલ ઉપર એક યુવાનને બોલાવીને અમારો વીડિયો કોણે ઉતાર્યો છે તેમ કહીને નજીવી બાબતે નવ શખ્સો ભેગા મળીને તેને ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપીને હાથમાં પહેરેલું કડું માથામાં મારી ઇજા પહોંચાડતા તેમજ આ ઝઘડામાં બચાવવા માટે વચ્ચે પડેલા યુવાને પણ માર મારતાં રૂરલ પોલીસ સ્ટેશનમાં નવ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
દાવલી સ્ટેન્ડ ઉપર દાલબાટીની હોટેલ ઉપર નવ જેટલા શખ્સો ગેરકાયદે મંડળી રચીને મોબાઈલ દ્વારા ધર્મેશને બોલાવ્યો હતો અને તેને કહેવા લાગ્યા હતા કે બે દિવસ પહેલા છાત્રેશ્વરીમાં લગ્ન હતું તેમાં અમારો વીડિયો કોણે ઉતાર્યો હતો તેનો મોબાઈલ નંબર આપ તેમ કહેતા મામલો બિચક્યો હતો અને ઉશ્કેરાયેલા 9 જેટલા શખ્સોએ ધર્મેશને ગાળો બોલી જમીન પર નીચે પાડી ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી શખ્સે તેના હાથમાં પહેરેલું કડું માથામાં માર્યું હતું.
દરમિયાન આ ઝઘડામાં વચ્ચે બચાવવા માટે પડેલા પ્રિન્સકુમાર મગનભાઈ તબીયાડને ગડદપાટુનો માર મારીને આંખ ઉપર ઇજાઓ પહોંચાડતા ઉપરોક્ત તમામ શખ્સોએ બંનેને માર જાનથી મારી નાખવાની ધમકી આપતાં ધર્મેશકુમાર સુકાભાઈ તબિયાડ રહે. માલપુર દાવલી તા.મોડાસાએ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં પોલીસે નવ શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. ઘટનાને લઇ ચકચાર મચી જવા પામી હતી.
આમની સામે ફરિયાદરોત રોહિતકુમાર રમેશભાઈઅસોડા બ્રિજેશકુમાર જીવાભાઇ તબિયાડ હાર્દિકકુમાર લક્ષ્મણભાઈ રોત જીગ્નેશકુમાર રમેશભાઈ ખરાડી રણજીતકુમાર નરસિંહભાઈ મહિડા ધવલકુમાર સુરજી ભાઈ મહિડા નિમેશકુમાર જયંતીભાઈ ખરાડી કિરણકુમાર કાવજીભાઈ ખરાડી ચિરાગકુમાર પોપટભાઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ