જૂનાગઢ 24 ફેબ્રુઆરી (હિ.સ.) મેળામાં લોકોના મંતવ્યો અને સૂચન તેમજ તેમની જરૂરિયાતોને સમજવા સર્વે અને પ્રશ્નાવલી મેથોડોલોજી થી સામાજિક સંશોધન
૦૦૦
મેળામાં સુવિધા અંગે ભાવી આયોજનોને દિશા નિર્દેશ કરવા થઈ રહ્યું છે રિસર્ચ
૦૦
વિરાસત પ્રવાસન થકી જુનાગઢ ની ઈકોનોમીને સમજવા અને ભવિષ્યમાં રણનીતિ નકકી કરવા ઉપયોગી બનશે આ સંશોધન
મહાશિવરાત્રીના મેળા પર પ્રથમ વખત જિલ્લા વહીવટી તંત્ર યુવા સંશોધકો પાસે કરાવશે રિસર્ચ..
...
આવતીકાલે તા.૨૪ ૧૦:૪૫ કલાકથી મેળા પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અર્થશાસ્ત્રના પીએચડી કરતા ૧૫ વિદ્યાર્થીઓ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગના 10 વિદ્યાર્થીઓ સર્વે કરશે.
..
25 યુવા સંશોધકો સર્વે પદ્ધતિથી ભાવિકો સાથે સંવાદ કરી પ્રશ્નાવલીથી સામાજિક આર્થિક અને આધ્યાત્મિક પાસાઓ જાણશે..
...
સવારે 10:45 કલાકે કલેકટર કચેરી ખાતે યુવા સંશોધકો ને સર્વે મેથોડોલોજી પ્રશ્નાવલી નું કલેકટર શ્રીના હસ્તે વિતરણ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ