માલપુરના લાલાવાડા નજીક ડમ્પર અને ટ્રેક્ટર ટકરાતાં યુવકનું મોત, પાંચ ગંભીર
મોડાસા 23 ફેબ્રુઆરી (હિ.સ.). માલપુરના સોમપુર હાઈવેથી ધનસુરા રોડ ઉપર આવેલ લાલાવાડા સ્ટેન્ડ પાસે સામેથી રેતી ભરીને આવી રહેલા ડમ્પરે ટ્રેક્ટરને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માતમાં અકસ્માતમાં દાહોદથી પ્રાંતિજ બટાકા કાઢવા ટ્રેક્ટરમાં જઈ રહેલા દાહોદ જિલ્લાના
ડમ્પરે ટ્રેક્ટરને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માત


મોડાસા 23 ફેબ્રુઆરી (હિ.સ.).

માલપુરના સોમપુર હાઈવેથી ધનસુરા રોડ ઉપર આવેલ લાલાવાડા સ્ટેન્ડ પાસે સામેથી રેતી ભરીને આવી રહેલા ડમ્પરે ટ્રેક્ટરને ટક્કર મારતાં ગમખ્વાર અકસ્માતમાં અકસ્માતમાં દાહોદથી પ્રાંતિજ બટાકા કાઢવા ટ્રેક્ટરમાં જઈ રહેલા દાહોદ જિલ્લાના એક ગામના પરિવારના પાંચ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જ્યારે એક યુવાનનું મોત નિપજ્યું હતું. ઘાયલ તમામને 108 દ્વારા સારવાર માટે બહાર ખસેડાયા હતા. સમગ્ર મામલે અકસ્માત કરી નાસી જનાર ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.

દાહોદના નીંદકા પૂર્વ ચાંદલી તા.ફતેપુરના એક જ પરિવારના યુવાનો અને મહિલાઓ પોતાના ટ્રેક્ટર નં. gj 20 n 8579 માં પ્રાંતિજ બટાકા કાઢવા જઈ રહ્યા હતા. તે દરમિયાન ટ્રેક્ટર માલપુરના સોમપુર હાઇવેથી ધનસુરા હાઇવે પરથી પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન માલપુરના લાલાવાડા સ્ટેન્ડ પાસે રાત્રે 11 વાગ્યાના સુમારે સામેથી રેતી ભરીને પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર નં. gj 31 ટી 44 89 ના ચાલકે કાબુ ગુમાવતા ટ્રેક્ટર અને ડમ્પર ટકરાતાં અકસ્માતમાં ટ્રેક્ટર ટ્રોલી સાથે રોડની સાઈડમાં પલટી મારી ગયું હતું અને ડમ્પર સાથે ઢસડાયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ઘાયલોને 108 દ્વારા સારવાર માટે માલપુર સામૂહિક કેન્દ્રમાં ખસેડાયા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે અર્થે તમામને મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અકસ્માત બાદ ડમ્પરનો ચાલક વાહન મૂકીને ભાગી છૂટ્યો હતો. દિલીપભાઈ કાળુભાઈ મકવાણાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

દાહોદથી પ્રાંતિજ બટાકા કાઢવા જતાં એક જ પરિવારના ખેત મજૂરોને અકસ્માત નડ્યો

ધનસુરા તરફથી આવી રહેલા ડમ્પરે ટ્રેક્ટરને સામેથી ટક્કર મારી ચાલક ભાગી ગયો

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande