પાટણ, 23 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણ એલસીબી પોલીસએ 13 વર્ષ જૂના મંદિરમાં લૂંટના કેસમાં ફરાર આરોપી મહેશ દિપાભાઈ ખરાડીયાને ઝડપી લીધો છે. આ કેસ 2012માં મણુંદ ગામના રામજી મંદિરમાં થયેલી લૂંટનો છે, જ્યાં આરોપીએ રાત્રે મંદિરમાં ઘૂસીને પુજારી પર હુમલો કર્યો અને સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. 3,51,900ની લૂંટ કરી હતી.
આરોપી 37 વર્ષીય મહેશ દિપાભાઈ ખાડીયા દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના જાદા ખેરીયા ગામનો રહેવાસી છે. તે જામનગર જિલ્લામાં કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામમાં ભાજીવાળા તરીકે કામ કરતો હતો.
એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે આરોપીને પકડી લીધો. તેના પર પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 395, 397, 34 અને જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધાયો છે. એલસીબી પોલીસે આરોપીની ધરપકડ કરીને પાટણ તાલુકા પોલીસને સોંપવાની પ્રક્રિયા શરૂ કરી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર