ગીર સોમનાથ, 23 ફેબ્રુઆરી (હિ.સ.) કલેકટર દિગ્વિજય સિંહ જાડેજા અને માજી સાંસદ દિનુભાઈ સોલંકી ના વિવાદ ચાલી રહ્યો છે ત્યારે કલેક્ટર કોડીનાર પહોચ્યા સ્કૂલ ના પ્રોગ્રામમાં પોતાના સંબોધન માં કલેક્ટર આડકતરી રીતે ભ્રષ્ટાચાર અને અન્ય મુદ્દાઓ પર બોલ્યા
માજી સાંસદ દિનુભાઈ સોલંકી એ ગીર કલેક્ટર દિગ્વિજય સિંહ જાડેજા પર ભ્રષ્ટાચાર ના ગંભીર આરોપ લગાવ્યા છે અને તેમની સામે મોરચો માંડ્યો છે ત્યારે આજે ગીર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કોડીનાર પહોંચ્યા કોડીનાર શહેર માં આવેલી રામ નગર પ્રાથમિક શાળા ખાતે આજે કલેકટરે સંબોધન કર્યું છે જેને લય અનેક સવાલો અને ચર્ચાઓ થઈ રહી છે કલેકટરે પોતાના ભાષણ માં કહ્યું કે સૂર્ય કુકર ની યોજના હોય કે એની યોજનાઓ પારદર્શક પૂર્વક કામ થય રહ્યું છે સાથેજ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ કામ માટે ટેન્ડર પ્રક્રિયા હોય છે અને સરકાર માંથી પણ મંજૂરી લેવામાં આવે છે બે દિવસ પહેલા જ માજી સાંસદ સોલંકી એ સૂર્ય કુકર મુદ્દે સવાલો ઉઠાવ્યા હતા અને કલેક્ટર ને ભેસ્ટચારિ પણ કહ્યા હતા.
દિગ્વિજયસિંહ જાડેજા એ વધારે માં કહ્યું કે, હું કામ કરી કોઈ ઉપકાર નથી કરતો પગાર લવ છું
મને ટીકાઓ પણ મળે છે હું સોમનાથ મહાદેવ નો નાનો એવો ગણ છું મહાદેવ ઝેર પી લીધું હતું થોડું તો હું પણ પચાવી લઈશ.ખનીજ માફીયાઓ પર તવાય મામલે પણ કલેક્ટર બોલ્યા 26 કરોડ ની ખનીજ ચોરી ઝડપી લિઝ ધારકો રોયલ્ટી ભરજો નહીતર તવાય થશે 30 ટકા નું ખનિજ ચોરી માં સરકાર ને નુકશાન થયા છે
ખનીજ ચોરી થાય તો રોયલ્ટી ના રૂપે 30 ટકા રૂપિયા સરકાર માં જતા અટકે મારી ભૂલ થાઇ તો કાન પકડવાની છૂટ છે.
આજે કોડિયાર સુગર મિલ નજીક સરકારી રામ નગર પ્રાથમિક શાળા ખાતે ડિસ્ટ્રિક મિનરલ ફાઉદેશન અંતર્ગત મંજૂર થયેલા કામો પૈકી ના પૂર્ણ થયેલા કામો નું કલેક્ટર અને સંસદ રાજેશ ચુડાસમા ઉદ્ઘાટન કાર્યક્રમ માં પહોચ્યા હતા, જ્યાં કેલેક્ટરે બાળકો અને કર્મચારીઓ ને સતત 17 મિનિટ ભાષણ કર્યું હતું
ચર્ચાઓ થય રહી છે કે કલેક્ટર આડકતરી રીતે તેના પર લાગેલા આરોપો ના જવાબ આપ્યા.
જો કે હજુ સુધી કલેકટરે માજી સાંસદે લગાવેલા આરોપો અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી કે ન તો માજી સાંસદ નું કોઈ જગ્યા પર નામ લીધું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ