ગીર સોમનાથ વેરાવળ ખાતે પ્રાકૃતિક આહાર કેન્દ્રનું લોકાર્પણ કરતા જિલ્લા કલેક્ટર
•પ્રાકૃતિક અનાજ, કઠોળ, ગોળ સહિત ગૌ આધારિત ઉત્પાદનોના વેચાણની શરૂઆત ગીર સોમનાથ 23 ફેબ્રુઆરી (હિ.સ.). રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિલક્ષી અભિગમને પરિણામે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વેગવંતુ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીન
વેરાવળ ખાતે પ્રાકૃતિક આહાર


•પ્રાકૃતિક અનાજ, કઠોળ, ગોળ સહિત ગૌ આધારિત ઉત્પાદનોના વેચાણની શરૂઆત

ગીર સોમનાથ 23 ફેબ્રુઆરી (હિ.સ.). રાજ્ય સરકારના પ્રાકૃતિક કૃષિલક્ષી અભિગમને પરિણામે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનું અભિયાન વેગવંતુ બન્યું છે. ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે. ખેડૂતોની આવકમાં વધારો કરવા રાજ્ય સરકાર દ્વારા ખેડૂત ઉત્પાદક સંગઠનને પૂરતું પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ જ ઉપક્રમમાં જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળ ખાતે ખેડૂત ઉત્પાદક સંગઠન (એફ.પી.ઓ.) ના વેચાણ કેન્દ્ર ‘પ્રાકૃતિક આહાર કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું હતું.

વેરાવળ-તાલાલા ગીર સોમનાથ એસ.પી.એન.એફ પ્રોડ્યૂસર કંપની લિમિટેડ “પ્રાકૃતિક આહાર કેન્દ્ર”ને ખૂલ્લું મૂક્યાં બાદ કલેક્ટરશ્રીએ વિવિધ પ્રાકૃતિક ખેત ઉત્પાદનો વિશે જાણકારી મેળવી અને ખેડૂતો અને એફ.પી.ઓ.ના પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતો એકજૂટ થઈને ખેતી માટેના આવશ્યક ઈનપુટની ખરીદી કરી શકે, પોતાના ખેત ઉત્પાદનોનું મૂલ્યવર્ધન કરી શકે, તેનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ કરીને ઉત્પાદનોનું સારા ભાવે વેચાણ કરી શકે તેવા ઉમદા આશય સાથે ખેડૂત ઉત્પાદન સંગઠનની રચના કરવામાં આવે છે.

સવારે ૯.૦૦થી રાત્રે ૯.૦૦ સુધી કાર્યરત આ પ્રાકૃતિક આહાર કેન્દ્રમાં પોષકતત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો એવા મિલેટ્સ,તમામ પ્રકારના અનાજ, કઠોળ, તલનું તેલ, સિંગતેલ, ગોળ, ગીર ગાયનું ઘી, શુધ્ધ મધ, અન્ય મરીમસાલા, તેમજ અનિંદ્રા, અપચો, બ્લડપ્રેશર, થાઈરોઈડ, આધાશીશી, માઈગ્રેન,સાઈટિકાની ગૌ આધારિત આયુર્વેદિક દવાઓ પણ મળી રહેશે.

આ તકે, આત્મા પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી પુષ્પકાંત સુવર્ણકાર, ખેડૂત ઉત્પાદન સંગઠનના હરદાસભાઈ, જગમાલભાઈ, દેવશીભાઈ, નારણભાઈ, રવિભાઈ, રોનકભાઈ સહિત ઈન્ડિયન રેયોન જનસેવા ટ્રસ્ટના પ્રતિનિધિઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande