જૂનાગઢ મહાશિવરાત્રી મેળો-૨૦૨૫ ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ,
પી.જી.વી.સી.એલ જૂનાગઢ દ્વારા મેળા દરમિયાન, સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે સતત કામગીરી
જૂનાગઢ શિવરાત્રી ના મેળા મા p.g.v.c.l


જૂનાગઢ, ૨૩ ફેબ્રુઆરી, (હિ.સ.) આધ્યાત્મિક ઊર્જાથી ભરપૂર મહાશિવરાત્રીના મેળામાં ભાવિકો ભૌતિક ઊર્જા થકી વિવિધ સુવિધા મેળવી શકે તે માટે પીજીવીસીએલ દ્વારા ભવનાથ તળેટીમાં સુંદર સંકલન સાથે વ્યવસ્થા કરવામાં આવી છે.

આદ્યાત્મિક,પૌરાણિક દ્રષ્ટિએ મહત્વના આ મેળાના સુચારું આયોજન અને સંચાલન માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં વીજળી વ્યવસ્થાપન મહત્વનું છે.

પી.જી.વી.સી.એલ જૂનાગઢ દ્વારા મેળા દરમિયાન સતત વીજ પુરવઠો પૂરો પાડવા માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

૧૩૨ કેવી ભવનાથ સબ સ્ટેશનમાંથી નીકળતાં અંબાજી ફીડર દ્વારા સતત વીજ પુરવઠો શરૂ છે. ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક ૩૩ ટીમ કાર્યરત છે. મેળા દરમિયાન અલગ અલગ ઉતારા માટે કુલ ૩૦ હંગામી વીજ જોડાણની કામગીરી શરૂ કરવામાં આવી હતી જે પ્રગતિ હેઠળ છે. વીજ લાઈન બાબતે સતત તકેદારી પણ રાખવામાં આવી રહી છે.

અંબાજી ફીડરમાં મોટાભાગની એચ.ટી લાઇન અંડરગ્રાઉન્ડ રાખવામાં આવી છે. તથા ફીડર સાથે આ વિસ્તારના કુલ ૫૬ વીજ ટ્રાન્સફોર્મર થકી ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. સંપૂર્ણ ફીડર તથા તેની નીચેના તમામ વીજ ટ્રાન્સફોર્મર સેન્ટર તથા હળવા દબાણની વીજ લાઇન પી.જી.વી.સલી.એલ દ્વારા ચેક કરી તેનું રીપોર્ટિંગ પણ કરવામાં આવેલ છે.

અંબાજી ફીડરનું સમારકામ કરવા માટે કુલ ૩ પાવર શટ ડાઉન કરવામાં આવ્યા હતા. જેમાં આ ફીડરની ૧૧ કેવી લાઈનની તમામ સ્વીચ, જમ્પર્સ, ઓડી વગેરેની મરામત કરવામાં આવી હતી. જૂના ટ્રાન્સફોર્મર હતા તેની જગ્યાએ કુલ નવા ૫ વીજ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે. લોખંડના થાંભલા નજીક જ્યાં જે સ્થળ પર લોકો સંપર્ક આવી શકે તેવી સંભાવના વાળી જગ્યાએ પીવીસી કવર આપવામાં આવ્યુ છે જેથી અકસ્માત નિવારી શકાય.

કુલ ૦૩ આર.એમ.યુનું સમારકામ કરવામાં આવ્યુ છે. આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા પી.જી.વી.સી.એલ સજ્જ છે, ફોલ્ટ સર્જાઇ તો તત્કાલ વૈકલ્પિક વીજ પુરવઠો પૂરો પાડવાની યોગ્ય વ્યવસ્થા પણ છે. કંટ્રોલ રૂમ સતત કાર્યરત રાખવામાં આવ્યા છે. મેળા દરમિયાન કોઈપણ જાતનો વીજ વિક્ષેપ ન પડે તે માટે વિવિધ ટીમ સતત કાર્યરત છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande