અંબાજી, 23 ફેબ્રુઆરી (હિ. સ)ગુજરાતનો 2025 /26 નું બજેટ નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું જેમાં ખાસ કરીને પ્પ્રવાસન ધામના વિકાસની સાથે યાત્રાધામનો વિકાસ થાય તે માટે આ વખતના બજેટમાં શક્તિપીઠ અંબાજી સહિત તીર્થ સ્થળના વિકાસ માટે રૂપિયા 180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
જેમાં ખાસ કરીને પ્રવાસન સ્થળોને સાંકળતા રસ્તાઓ જેવી સુવિધા વધારવામાં આવશે સાથે યાત્રીકો માટે ની સુવિધાઓ માં પણ વધારો કરવામાં આવશે જેથી અંબાજી આવતા યાત્રીકો ની સંખ્યા માં વધારો થાય અને સ્થાનિક લોકો ની રોજગારી વધે, આ વખતે બજેટમાં શક્તિપીઠ અંબાજી માટે કરાયેલી 180 કરોડ રૂપિયાની જોગવાઈ ને લઇ સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ને સાથે સરકારનો પણ આભાર વ્યક્ત કરી રહ્યા છે પણ સાથે એટલું જણાવી રહ્યા છે કે એક તરફ મંદિર ટ્રસ્ટના કરોડો રૂપિયાના વિકાસના કામો શરૂ થઈ રહ્યા છે ને બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નવી ₹180 કરોડની જોગવાઈ કરવામાં આવી છે નવા બજેટમાં જે શહેરને સાંકળતા અંતરિયાળ વિસ્તારના રોડ રસ્તાઓ કે જે હમણાં કાચા પાકા અને ખાડા ખબચીયા વાળાઓ છે તે સીધા અને સળંગ ગામના તમામ માર્ગો એક જેવા બનાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે જેથી કરીને આ નવા બજેટમાં કરાયેલી જોગવાઈમાં જે યાત્રિકોને સુવિધાનો લાભ મળી રહે તેની સાથે બજેટની રકમમાં સ્થાનિક લોકોને પણ તેનો મહત્વનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ