મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો પર ધારાસભ્યને રજૂઆત
પાટણ, 23 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણમાં પીએમ પોષણ કર્મચારી મંડળે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી. મંડળના પ્રમુખ રાહુલ શ્રીમાળી અને મહામંત્રી પરષોત્તમભાઈ પરમારે જણાવ્યું કે 1984થી ચાલતી આ યોજનામાં કર્મચારી
મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો પર ધારાસભ્યને રજૂઆત


પાટણ, 23 ફેબ્રુઆરી (હિ.સ.). પાટણમાં પીએમ પોષણ કર્મચારી મંડળે ધારાસભ્ય ડો. કિરીટ પટેલને મધ્યાહન ભોજન યોજનાના કર્મચારીઓના પ્રશ્નો અંગે રજૂઆત કરી. મંડળના પ્રમુખ રાહુલ શ્રીમાળી અને મહામંત્રી પરષોત્તમભાઈ પરમારે જણાવ્યું કે 1984થી ચાલતી આ યોજનામાં કર્મચારીઓને માત્ર 3000 રૂપિયા માસિક માનદ વેતન મળે છે, જે વર્તમાન મોંઘવારીમાં અપૂરતું છે.

આ યોજનામાં મોટાભાગે વિધવા અને ત્યકતા બહેનો કાર્યરત છે. કર્મચારીઓની માંગ છે કે તેમને લઘુત્તમ વેતન આપવામાં આવે અને વર્ગ-4માં સામેલ કરવામાં આવે.

સરકાર દ્વારા આ યોજનાનું ખાનગીકરણ કરી NGOને સોંપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જે પાટણ જિલ્લામાં ત્રણ તાલુકાઓમાં શરૂ થઇ ચુકી છે. મંડળે ચિંતાવશ ધારાસભ્યને વિનંતી કરી છે કે આ મુદ્દો વર્તમાન વિધાનસભા સત્રમાં ઉઠાવીને કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં મદદ કરે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande