રાજપીપલા, 23 ફેબ્રુઆરી (હિ.સ.). અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી સી.કે.ઉધાડને મળેલ સત્તાની રૂએ નર્મદા જિલ્લામાં આવેલ તમામ સરકારી કચેરીઓ ખાતે કોઈપણ અનઅધિકૃત ઈસમો કે ઈસમોની ટોળી દ્વારા કચેરીઓમાં આવતી જાહેર જનતાને ગેરમાર્ગે દોરી પૈસા પડાવવા જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવાના ઈરાદાઓ ધરાવતી વ્યક્તિઓના ઉપરોક્ત કચેરીઓના મુખ્ય દરવાજાની આસપાસના ૧૦૦ મીટર ત્રિજ્યાના વિસ્તારમાં ઉભા રહેવા પર તેમજ કચેરીઓમાં પ્રવેશ કરવા ઉપર પ્રતિબંધ ફરવામાં આવે છે. આ જાહેરનામાની અમલવારી તા.૧૯/૦૪/૨૦૨૫ સુધી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય