નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ, રામસાગર તળાવ તથા ઝુલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું.
ગોધરા, ૨૩ ફેબ્રુઆરી (હિ. સ.) નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝુલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું હતું સંત નિરંકારી મિશન આ અમૃત પ્રોજેક્ટ ના તૃતીય ચરણમાં સ્વચ્છ જળ-સ્વચ્છ મન ના અભિયાનમાં સમગ્ર ભારત
નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝુલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું-૩


નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝુલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું-૨


નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝુલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું-૧


ગોધરા, ૨૩ ફેબ્રુઆરી (હિ. સ.)

નિરંકારી ભક્તો દ્વારા આજ રોજ ગોધરા ખાતે આવેલ રામસાગર તળાવ તથા ઝુલેલાલ ઘાટ પરના કિનારે સ્વચ્છતા અભિયાન ચલાવામાં આવ્યું હતું

સંત નિરંકારી મિશન આ અમૃત પ્રોજેક્ટ ના તૃતીય ચરણમાં સ્વચ્છ જળ-સ્વચ્છ મન ના અભિયાનમાં સમગ્ર ભારત વર્ષમાં દસ લાખથી પણ વધુ નિરંકારી ભક્તોએ ભાગ લીધો હતો..

ગોધરા, સંત નિરંકારી મિશન દ્વારા સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજ તથા નિરંકારી રાજપિતાજીના પાવન સાન્નિધ્યમાં ૨૩ ફેબ્રુઆરીના રોજ ‘સ્વચ્છ જળ-સ્વચ્છ મન’ યોજનાના તૃતીય ચરણનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ‘જળ સંરક્ષણ’ તથા તેના બચાવ માટે અલગ-અલગ યોજનાઓ બનાવવી તથા તે યોજનાઓને અમલી રૂપ આપવાની સાથે જ મુખ્ય બિંદુ જળસ્ત્રોત ની સ્વચ્છતા તથા સ્થાનીય જનતા માટે ‘જાગરૂકતા અભિયાન’ ના માધ્યમથી તેઓને પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ ૨૩ ફેબ્રુઆરી, આજ રોજ સવારના ૭ વાગ્યાથી સેંકડો નિરંકારી ભક્તોએ રામસાગર તળાવના કિનારે જામેલી લીલ, કીચડ, પ્લાસ્ટિક કચરો વગેરે ગંદગી સાફ કરી સ્વચ્છ જળ સ્વચ્છ મન નો સંદેશ આપ્યો સાથે સાથે ગુજરાત રાજ્યમાં 100 થી વધુ સ્થળો પર તથા દાહોદ ઝોનના ગોધરા શહેર તથા પંચમહાલના કુલ 13 જળ સ્ત્રોતો પર સફાઈ અભિયાન ચલાવી અને જન માત્રને સ્વચ્છ જલ સ્વચ્છ મન નો સંદેશ આપવામાં આવ્યો હતો.

બાબા હરદેવસિંહજી મહારાજ દ્વારા સમાજ કલ્યાણ માટે આજીવન અનેક કાર્યો કરવામાં આવ્યા જેમાં સ્વચ્છતા અભિયાન તથા વૃક્ષારોપણ અભિયાન નો આરંભ મોખરે છે. બાબા હરદેવસિંહજી મહારાજની શિક્ષાઓથી પ્રેરણા લઇ દરેક વર્ષની જેમ જ આ વર્ષે નિરંકારી મિશન દ્વારા નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષાજી મહારાજના નિર્દેશાનુસાર ‘સ્વચ્છ જળ સ્વચ્છ મન' નું આયોજન કરવામાં આવ્યું છે. આ ભગીરથ કાર્યમાં ગોધરાના વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી તેમને આ સેવાના કાર્યની પ્રશંસા કરી.

સંત નિરંકારી મિશનના સચિવ આદરણીય જોગીન્દર સુખીજાજી એ જાણકારી આપતા જણાવ્યું કે, અમૃત પરિયોજના સંપૂર્ણ ભારતવર્ષમાં લગભગ ૨૭ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના ૯૦૦ થી વધુ શહેરોમાં ૧૭૦૦ થી વધુ સ્થળો પર એક સાથે આ વિશાળ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું, જેમાં નિરંકારી મિશનના લગભગ દસ લાખથી પણ વધુ સ્વયંસેવકોનાં સહયોગ દ્વારા ‘જળ સંરક્ષણ’ અને ‘જળ સંસ્થાઓ’ જેમ કે સમુદ્ર કિનારાઓ, નદીઓ, તળાવો, ઝીલ, કુવા, પોખર, ભિન્ન ઝરણાઓ, પાણીની ટાંકીઓ, નાલીઓ અને જળ ધારાઓ વગેરેને સ્વચ્છ અને નિર્મળ બનાવવામાં પોતાનો બહુમૂલ્ય ફાળો આપ્યો હતો.

અંતમાં દાહોદ ઝોનના સેવાદળના ક્ષેત્રીય સંચાલક શ્રીમાન રાજેશ બચ્ચાનીજી તથા ગોધરા બ્રાન્ચના શ્રીમાન અજય ઈસરાનીજી એ, જાહેર જનતાને અપીલ કરી કે, સ્વચ્છ જળ સ્વચ્છ મન ની પરિયોજનામાં તમે સર્વે પણ ભાગ લઈ પાણીનો બચાવ કરીએ તથા પાણીને સ્વચ્છ રાખીએ અને આપણી આવનારી પેઢીને નિર્મળ જળ અને સ્વસ્થ પર્યાવરણનું વરદાન પ્રાપ્ત થઈ શકે તેવા ઉદ્દેશ સાથે ગોધરા શહેરને સુંદર બનાવીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ


 rajesh pande