મોડાસા, 23 ફેબ્રુઆરી (હિ.સ.).
વિધવા સહાય પેન્શનની રકમમાં વધારો કરવા માટે નીતિ ઘડતર વિશે બેઠકમાં યોગ્ય નિર્ણય લેવા અને વિધવા મહિલાઓનું માસિક રૂ.1250 જે પેન્શન મળે છે તેમાં વધારો કરીને આજની મોંઘવારીમાં 5હજાર મળે તે માટે મોડાસા પંથકની મહિલાઓએ કલેક્ટર કચેરીના અધિકારી રાજેશ કુંચારાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. જેમાં મહિલાઓએ અધિકારી સમક્ષ વ્યથા ઠાલવી જણાવ્યું હતું કે મોંઘવારીમાં દીકરાઓ મદદ કરતા નથી, ઘણીવાર ભૂખ્યું રહેવું પડે છે.
મોડાસા ગ્રામ્ય વિસ્તાર અને અન્ય વિસ્તારમાંથી આવેલી મહિલાઓએ અધિકારીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે દિવસે દિવસે વિધવા બહેનોની પરિસ્થિતિ વધારે દયાજનક થઈ રહી છે કેમ કે મોંઘવારી વધી રહી છે અને દીકરાઓ અમને મદદ કરતા ન હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો.
મોડાસા પંથકની વિધવા મહિલાઓઅે આવેદન આપી વ્યથા ઠાલવી
વિધવા બહેનોનું પેન્શન મોંઘવારીમાં 1250થી વધારી
મોડાસા ગ્રામ્ય વિસ્તાર અને અન્ય વિસ્તારમાંથી આવેલી મહિલાઓએ અધિકારીને આપેલા આવેદનમાં જણાવ્યું હતું કે દિવસે દિવસે વિધવા બહેનોની પરિસ્થિતિ વધારે દયાજનક થઈ રહી છે કેમ કે મોંઘવારી વધી રહી છે અને દીકરાઓ અમને મદદ કરતા ન હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો.
તદઉપરાંત તેઓની સહિયારા કુટુંબમાં અવગણના થતી હોવાનું અને મ્હેણાં ટોણાં સાંભળવાના આવતા હોવાની સાથે ઘણીવાર પૂરતું જમવાનું ન મળતાં ભૂખ્યું રહેવું પડે છે તેઓ પણ આવેદનમાં ઉલ્લેખ કરાયો હતો. ે કુટુંબના અથવા ગામના આગેવાનોને આ જાણ કરીએ છીએ તો પરિવારના સભ્યો વિધવા મહિલાઓને વધુ દુઃખ પહોંચાડતાં હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે.
વિધવા મહિલાઓને મિલકતમાં ભાગ અપાતો નથી અને તેમના મકાનમાં ભોગવટો પણ કરવા દેવામાં ન આવતાં હાલત કફોડી બની છેે. બહેનોને વિધવા સહાયની માસિક રકમ 1250 જે મળે છે જે તે રૂ.5હજાર મળે તેવી રજૂઆત કરી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ