રાજપીપલા, 23 ફેબ્રુઆરી (હિ.સ.). અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી સી. કે. ઉંધાડે જાહેરનામુ પ્રસિદ્ધ કરીને નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગોરા ગામ ખાતે આવેલ નર્મદા ઘાટ વિસ્તારને નો ડ્રોન ઝોન જાહેર કર્યું છે. જ્યાં રીમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતું ડ્રોન પ્રતિબંધિત છે. તા. 28/02/2025 સુધી આ જાહેરનામાની અમલવારી કરવાની રહેશે. જાહેરનામાનો ભંગ શિક્ષાને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / બિનોદ પાંડેય