અરવલ્લી જિલ્લામાં જાહેર માં મારામારી ના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ પોલીસ ચૂપ રહી તમાશો દેખતી રહી
મોડાસા, 23 ફેબ્રુઆરી (હિ.સ.). અરવલ્લી જિલ્લા માં મોડાસા ના જાહેર રસ્તાઓ પર તમામ જગ્યાએ અરવલ્લી જિલ્લા નેત્રમ શાખા દ્વારા જાહેર સ્થળો અને ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જેનું મોનીટરીંગ કરવામાં આવતું હોય છે પણ માત્ર દેખાવ ના સીસીટીવી
મંત્રી ભીખુસિંહ પરમાર ના પૌત્ર ને અસામાજિક તત્વો એ માર માર્યા


મંત્રીપુત્રો એ પણ વળતા પ્રહાર કર્યો બંને ઘટના ના વિડિઓ સામે આવ્યા


મોડાસા, 23 ફેબ્રુઆરી (હિ.સ.). અરવલ્લી જિલ્લા માં મોડાસા ના જાહેર રસ્તાઓ પર તમામ જગ્યાએ અરવલ્લી જિલ્લા નેત્રમ શાખા દ્વારા જાહેર સ્થળો અને ચાર રસ્તાઓ પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે. જેનું મોનીટરીંગ કરવામાં આવતું હોય છે પણ માત્ર દેખાવ ના સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યુ છે!!!

મોડાસા માં મંત્રી ભીખુસિંહ પરમાર ના પૌત્ર ને અસામાજિક તત્વો એ માર માર્યા બાદ,મંત્રીપુત્રો એ પણ વળતા પ્રહાર કર્યો બંને ઘટના ના વિડિઓ સામે આવ્યા. આજકાલ અસામાજિક તત્વો બેફામ બન્યા છે એનું ઉત્તમ ઉદાહરણ મોડાસા માં જોવા મળ્યું છે રાજ્ય સરકાર ના મંત્રી ના પૌત્ર ને માર મારતા સીસીટીવી સામે આવ્યા બાદ મંત્રી પુત્રો એ પણ વળતા પ્રહાર કર્યો છે. ઘટના છે ગત 17 તારીખ ની એ દિવસે સવારે 10 - 30 કલાક ના અરસામાં મંત્રી ભીખુસિંહ પરમાર ના દીકરા કિરણસિંહ પરમાર ના દીકરા એક્ટિવા પર પસાર થતા હતા એ સમયે રોંગ સાઈડ આવી રહેલ રીક્ષા ચાલકે મંત્રી ના પૌત્ર સાથે સાઈડ બાબતે બબાલ કરી હતી અને માર માર્યો હતો સમગ્ર ઘટના ના સીસીટીવી સામે આવ્યા છે.

આ ઘટના બન્યા બાદ મંત્રી ના પુત્રો કિરણસિંહ અને રણજિત સિંહે અને અરવલ્લી જિલ્લાના યુવા મોરચા ના પ્રમુખ અમિષ પટેલ અને અન્ય સાથીઓ દ્વારા દિકરા ને માર મારનાર અસામાજિક તત્વો ને ઝડપી અને માર માર્યો છે સમગ્ર ઘટના ના વિડિઓ પણ સામે આવ્યા છે આખી ઘટના માં બંને તરફથી હજુ સુધી કોઈજ પોલીસ ફરિયાદ થઈ નથી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી પરંતુ જો બંને પક્ષ માંથી કોઈ ફરિયાદ કરશે તો કાર્યવાહી કરવા આવશે તેવું જણાવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ અરવલ્લી જિલ્લા પ્રમુખ કલમેન્દ્રસિંહે પણ કડી નિંદા કરી અને આવા તત્વો નો જાહેર માં વરઘોડો કાઢવામાં આવશે તેવા સવાલો કરી અરવલ્લી પોલીસ અને સરકાર ને પડકાર ફેક્યો છે વારંવાર આવી ઘટના ના કારણે રાજ્ય ની ભાજપ સરકાર અને ભારતીય જનતા પાર્ટી સતત બદનામ થઈ રહી છે મંત્રી ના પુત્ર તરફ થી ફરિયાદ કરવી જોઈતી તેના બદલે કાયદો હાથ માં લેવાથી ભાજપ ના જૂથ બંધી પણ એક બીજા ઉપર ટોપી ફેરવી રહ્યા નું ચર્ચાઈ રહ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande