સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) સુરતમાં બુટલેગરો બેફામ બન્યા હોય તેવો ઘાટ સામે આવ્યો છે. વેલંજામાં મહિલા બુટલેગરના પુત્રએ તેના સાથીદારો સાથે મળીને રત્નકલાકારને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ કેસમાં ચારને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. હત્યાનો ગુનો નોંધી ઉત્રાણ પોલીસે ગણતરીના કલાકમાં બુટલેગર અને તેના સાથી મળઈ કુલ 10ને ઝડપી પાડ્યા હતા.
વેલંજા ગામ ધારા રેસીડન્સીના ગેટની સામે અંબાવિલા સોસાયટી પાસે મોડીરાત્રે વરાછાની મહિલા બુટલેગરનો પુત્ર તેની પ્રેમિકા સાથે અંધારામાં બુલેટ ઉપર બેસેલો હતો. સ્થાનિકોએ તેને ત્યાંથી જવા કહેતા તેણે ઝઘડો કર્યો હતો. આથી સ્થાનિકો પૈકી નિકુંજ ભુદેવે તે યુવાનને તમાચા મારતા તે ત્યાંથી ચાલ્યો ગયો હતો. આ અદાવતમાં હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે