- કાલભૈરવ મંદિરથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં યુવાનો અને ગ્રામજનો જોડાયા
અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) આજે મહાશિવરાત્રીના પર્વ પર દરેક શિવાલયોમાં જઈ ભગવાન શિવનો જળાભિષેક કરે છે. સોમનાથમાં મહાપૂજા સાથે મહાશિવરાત્રિ પર્વનો પ્રારંભ. સવારે 4 વાગ્યાથી ભક્તો દર્શન માટે ઉમટ્યા. ભગવાન શિવને પ્રસન્ન કરવા ભક્તો દરેક પ્રયાસો કરે છે. અમદાવાદમાં પણ સરખેજ ગામમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત શિવદલ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી સરખેજ ગામ સ્થિત પ્રાચીન કાલભૈરવ મંદિરથી નીકળી હતી. રેલીમાં સમાજના અગ્રણી નેતા પરિમલ સોલંકી અને કિરણ ઠાકોર સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો જોડાયા હતા. નાનાં બાળકોથી માંડીને વડીલો સુધી દરેક વયજૂથના લોકોએ ઉત્સાહભેર રેલીમાં ભાગ લીધો હતો. આ રેલી દ્વારા મહાશિવરાત્રી પર્વની ધાર્મિક ભાવના સાથે સામાજિક એકતાનું પણ પ્રતીક બની રહી હતી.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ