- વૈષ્ણવ સોસાયટીમાં ડૉક્ટરની પત્નીને ગળે છરી મૂકી લૂંટ
અમદાવાદ,26 ફેબ્રુઆરી (હિ.સ.) અમદાવાદ જિલ્લાના ધંધુકામાં કુરિયરના બહાને 3 શખ્સોએ 25 હજારની લૂંટ ચલાવી હોવાની ઘટના બની છે. ધંધુકા શહેરની વૈષ્ણવ સોસાયટીમાં રહેતા જાણીતા ડૉક્ટર કિશોર શાહના પત્ની હર્ષાબેન સાથે લૂંટની ઘટના બની છે.સાંજના સમયે જ્યારે હર્ષાબેન ઘરે એકલા હતા, ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો કુરિયર આપવાના બહાને તેમના ઘરે આવ્યા. આ શખ્સોએ ઘરમાં પ્રવેશ કર્યો અને વૃદ્ધા હર્ષાબેનના ગળે છરી મૂકી દીધી. લૂંટારુઓએ ઘરમાંથી રોકડા રૂપિયા 25,000ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા.બનાવ અંગે હર્ષાબેને ધંધુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
ધંધુકાની વૈષ્ણવ સોસાયટીમાં ડૉ. કિશોર શાહના ઘરે ગઈકાલે સાંજે થયેલી લૂંટફાટની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ડૉક્ટરના પત્ની હર્ષાબેન શાહની આજે ધંધુકાના ધારાસભ્ય કાળુ ડાભી અને અન્ય આગેવાનોએ મુલાકાત લીધી હતી.
ત્યારબાદ ધારાસભ્ય કાળુ ડાભી અને આગેવાનોએ એએસપી વાગીશા જોશી સાથે મુલાકાત કરી હતી. તેમણે લૂંટફાટના આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે રજૂઆત કરી હતી. પોલીસે આ કેસમાં ત્વરિત કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.
હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ