પોરબંદર,25 ફેબ્રુઆરી (હિ.સ.) રાજ્ય સભાના સાંસદ રામ મોકરીયાના અધ્યક્ષ સ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાપટ ખાતે જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના ભાગલપુર ખાતેના અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રાજ્યકક્ષાના કાર્યક્રમ
વરર્યુઅલ માધ્યમથી લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
રાજ્ય સભાના સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતો આધુનિક સાધનોના ઉપયોગથી ખેતી કરતો થયો છે.સરકારની ખેડૂતલક્ષી નીતિને કારણે ખેડૂતો સોઈલ હેલ્થ કાર્ડ, ખેડૂત લક્ષી યોજનાઓ અને ખેડૂતોને ખેતી માટેની જાણકારી મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતી સુધારો થયો છે.વધુમાં તેમણે જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ પરબત પરમારે જણાવ્યું હતું. કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સતત ચિંતા કરીને વિવિધ યોજનાઓ અને ઉત્પાદનના યોગ્ય ભાવે મળી રહે તે માટે ટેકાના ભાવે ખેત ઉત્પાદનો ખરીદી સહિતની ખેડૂતલક્ષી યોજનાઓ અમલી બનાવીને ખેડૂતની આવકમાં વધારો થયો છે.બિહારના ભાગલપુર ખાતેથી પી.એમ. કિસાન સન્માન નીધિ (PM-KISAN) યોજના અંતર્ગત 19મા હપ્તા સ્વરૂપે ડીબીટી મારફતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે વરર્યુઅલ માધ્યમથી 9.7 કરોડથી વધુ ખેડૂતોને કુટુંબોને 22 હજાર કરોડથી વધુની સહાયની ચુકવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લાના કિસાન સન્માન યોજનાના લાભાર્થી 44056 ખેડૂતોને રુ.10.17 કરોડની સહાય ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સીધી જમા કરવામા આવી હતી. અને પ્રધાનમંત્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું.
કૃષિ પ્રગતિ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, વેબ પોર્ટલ અને મોબાઈલ એપ્લીકેશનનું ઈ-લોકાર્પણ, પ્રાકૃતિક કૃષિ માર્ગદર્શન તથા તુવેર ખરીદીના શુભારંભના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અધ્યક્ષ સ્થાને આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમ વરર્ચુઅલ માધ્યમથી લાઈવ પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું. તેમજ જિલ્લાના ગ્રામ્ય સ્તરે પણ કિસાન સન્માન સમારોહ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરાયું હતું. અને સ્વાગત પ્રવચન કૃષિ વૈજ્ઞાનિક કેન્દ્રના વરિષ્ઠ કૃષિ વૈજ્ઞાનિક ડૉ એચ. આર. વદર અને આભારવિધિ જિલ્લા ખેતીવાડી અધિકારી એચ એ ત્રિવેદીએ કરી હતી.કૃષિ પ્રદર્શનના સ્ટોલ પ્રદર્શન અને પ્રાકૃતિક ખેતી કરતાં પ્રગતિશીલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની જાણકારી આપી હતી. અને પ્રાકૃતિક કૃષિ સબંધિત શોર્ટ ફિલ્મ નિહાળી હતી. અને મહાનુભાવોના હસ્તે જિલ્લાના 16 ખેડૂતોને વિવિધ યોજનાઓ માટે કુલ રૂ .776076ની સહાયના હુકમો આપવામાં આવ્યાં હતાં.આ કિસાન સન્માન સમારોહમાં જિલ્લા કલેકટર એસ ડી ધાનાણી,જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન અવળા ઓડેદરા,તાલુકા ન્યાય સમિતિ ચેરમેન હંસાબેન માવદીયા, તાલુકા કારોબારી સમિતિ અધ્યક્ષ વિરમ ચુડાવદરા, અગ્રણી સર્વ કેશુ ઓડેદરા, પ્રતાપભાઈ સહિતનાં ખેડૂતો, અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya