પોરબંદર, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર શહેરમાં બે દિવસમાં આગની બે ઘટના બની છે. ગઈકાલે સોમવારે ગોઢાણીયા કોલેજ નજીક બાઈકમાં આગ લાગી હતી ત્યારે આજે મંગળવારે એસીસી ગ્રાઉન્ડમાં આવેલી એક બંધ કેબીનમાં આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ તુરત દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી અને આગ કાબુમાં કરી હતી જોકે કેબીન કોની હતી અને કયા કારણોસર આગ લાગી હતી તે અંગેની કોઈ વિગત જાહેર કરવામાં આવી ન હતી.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya