પોરબંદર,25 ફેબ્રુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના એક ગામે રહેતી સગીર પર તેના ભાઈના બે મિત્રો દ્વારા છેડતી કરતા ગભરાયેલી સગીરએ પોરબંદર 181ની મદદ માંગી હતી 181 ટીમ દ્વારા સ્થળ પર પહોંચી કાઉન્સેલિંગ કરી પોક્સો એક્ટની માહિતી સાથે કાયદેસરની કાર્યવાહી કરવા મદદ રૂપી બની હતી.મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે 181ની ટીમ દિવસ રાત મહિલાઓની મદદ માટે સતત પોતાની ફરજ બજાવે છે ત્યારે રાણાવાવ તાલુકાના એક ગામે એક સગીર સાથે થયેલી છેડતીના કેસમાં મદદ માટે પોરબંદર 181 ટીમને કોલ મળ્યો હતો 181 ટીમને કોલ મળતા તાત્કાલિક સ્થળ પહોંચી હતી ગભરાયેલી સગીરાનુ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કાઉન્સેલિંગ દરમિયાન સગીરાએ જણાવ્યું હતું કે,તે ઘરમાં એકલી કામ કરતી હતી આ દરમિયાન તેમના ભાઈના બે મિત્રો આવ્યા હતા ઘરમાં પ્રવેશ કરી આબરૂ લેવના ઇરાદે છેડતી - અડપલા કરવા લાગ્યા હતા.અને છેડતી કરવા લાગતા તેણે મોબાઈલ લઈને તેમના ભાઈને ફોન કરતા ભાઈ આવી જતા બે શખ્સો ઢીકા પાટુનો માર માર્યો મારવા લાગ્યા હતા. બાદમાં બે શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા ગભરાયેલાએ પરિવારે પોરબંદર 181ની બે શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા મદદ માંગી હતી તેમ કાઉન્સેલિંગ દરમિયાન પીડિત પરિવારજનો અને સગીરાએ જણાવ્યું હતું પોરબંદર 181 ટીમે સગીરાના કાઉન્સેલિંગ બાદ તેને નજીકના પોલીસ સ્ટેશન લઈ જઈ પોકસો એક્ટની માહિતી આપવામાં આવી હતી બાદમાં બે શખ્સો વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કાર્યવાહીમાં કાઉન્સેલર નિરૂપા બાબરીયા અને કોન્સ્ટેબલ કિરણ ચાવડા જોડાયા હતાં.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya