પાટણ, 25 ફેબ્રુઆરી (હિ.સ.) પાટણના લાલેશ્વર પાર્ક સોસાયટીમાં રહેતી સંજયકુમાર પ્રજાપતિની પત્ની સપનાબેન સંજયકુમાર પ્રજાપતિએ માનસિક બીમારીના કારણે પોતાના જીવનમાં અંત લાવવા માટે મંગળવારના બપોરે પાટણ-ચાણસ્મા હાઈવે પરના પદ્મનાભ ચાર રસ્તા નજીકની સિદ્ધી સરોવર તરફ જતી કેનાલમાં છલાંગ લગાવી હતી.આપઘાતનો પ્રયાસ કરતા મહિલાને આજુબાજુથી પસાર થતા રાહદારીઓએ જોઈ હતી અને તરત જ તેણીને કેનાલમાંથી બહાર કાઢી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી દીધું.
જાણકારી મળતાં જ પોલીસને ઘટનાની માહિતી આપવામાં આવી હતી. પોલીસે મૃતકના પરિવારજનોના નિવેદન બાદ ગુનો નોંધ્યો છે અને લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ વાલી-વારસોને સોંપવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર