પોરબંદર,25 ફેબ્રુઆરી (હિ.સ.) હાલ લગ્નસરાની સિઝન ચાલી રહી છે ઢોલ ઢબુકી રહ્યાં છે લગ્નમાં રાસની રમઝટ બોલતી હોય છે. કહેવાય કે મહેમાનગતિ માણ્વી હોય સૌરાષ્ટ્રમાં આવવુ પડે. ત્યારે ગુજરાતી પરિવાર અને ખાસ કરીને પોરબંદર મહેર જ્ઞાતિના લગ્ન પ્રસંગમાં આફ્રીકાથી ખાસ મહેમાનો પર્ધાયા હતા અને તેમણે મહેર જ્ઞાતિનો પરંપરાગત પહેરવેશ પહેર્યો હતો એટલુ જ નહી ગાડામાં જોડેલી જાનમાં આફ્રીકન પરિવાર આનંદ પણ માણ્યો હતો.વાત છે વિસાવડા ગામની, મુળ વિસાવાડાના હાલ આફ્રીકાના યુગાન્ડામાં સ્થાઈ થયેલા રહેતા રણમલ કેશવાલાના પરિવારમાં લગ્ન પ્રસંગમાં આફ્રીકાથી 25 લોકો ખાસ મહે.માન બન્યા હતા અને તેમણે મહેર જ્ઞાતિના લગ્નને માણ્યા હતા.રણમલ કેશવાલા જણાવ્યુ કે, તેઓ ઘણા વર્ષોથી આફ્રિકામા રહે છે અનેક બિઝનેશ સાથે કેશવાલા ગ્રુપ જોડાયેલુ છે. પુત્ર સાવનના લગ્ન પ્રસંગનુ આયોજન વિસાવાડા ખાતે કરવામાં આવ્યુ હતુ લગ્ન પ્રસંગમાં પરિવારજનો ઉપરાંત આફ્રિકામાં બિઝનેશ સાથે જોડયેલા વ્યકિતઓ તેમજ આફ્રિક્રા રાજકીય અગ્રણીઓ, યુગાન્ડા ટુ દુબઈના એમ્બેસેડર વગેરે લોકો વિસાવાડા ખાતે લગ્ન પ્રસંગમા જોડાયા હતા. આફ્રીકાથી આવેલા મહેમાનો પરંપરાગત મહેર સમાજના પહેરવેશમાં પહેરી બળદગાડામા બેસી આનંદ માણ્યો હતો તેમ રણમલભાઈ જણાવ્યુ હતુ. અત્રે નોંધનીય છેકે, આજના આધુનિકમા પણ મહેર સમાજે પરંપરા જાણાવી રાખી છે આફ્રિકામાં કેશવાલા ગ્રુપનુ મોટુ નામ છે. વિસાવડા ખાતે કેશવાલા પરિવારે મહેર સમાજની પરંપરા મુજબ લગ્ન કર્યાએ પણ બળદગાડામા જાન જોડીને જે જોઈને સૌ કોઈ જોતા રહી ગયા હતા.પોરબંદરના કેસવાલા પરિવારનો યુગાન્ડામાં મોટા બિઝેનશ હોય ત્યાં ત્યાં સ્થાનિક રાજકીય આગેવાન અને બિઝનેશમેન સાથે પરિવારીક સંબધો હોય ત્યારે લગ્ન પ્રસંગે આફીકાથી ખાસ મહેમાનો આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / Tejas pravinbhai dholariya