વડોદરાના સાવલી તાલુકાના મોક્ષસી ગામમાં ડ્રગ્સ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
વડોદરા,25 ફેબ્રુઆરી (હિ.સ.) વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી,. જિલ્લા SOGએ બાતમીના આધારે દરોડા પાડીને 3.37 કરોડનું ડ્રગ્સ અને એને તૈયાર કરવા વપરાતું રો મટીરિયલ ઝડપી પાડ્યું હતું. આ સમગ્ર મામલે પોલીસે
Surat


વડોદરા,25 ફેબ્રુઆરી (હિ.સ.) વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી,. જિલ્લા SOGએ બાતમીના આધારે દરોડા પાડીને 3.37 કરોડનું ડ્રગ્સ અને એને તૈયાર કરવા વપરાતું રો મટીરિયલ ઝડપી પાડ્યું હતું.

આ સમગ્ર મામલે પોલીસે બે આરોપીને ઝડપી અન્ય ત્રણને ફરાર જાહેર કર્યા હતા.સાવલી તાલુકાના મોક્સી ગામની સીમના એક ખેતરમાં ડ્રગ્સની ફેક્ટરી ધમધમે છે, તેની બાતમી મળી હતી. જિલ્લાની SOG ટીમે ગત મોડી(24 ફેબ્રુઆરી 2025) રાત્રે દરોડો પાડતાં દોડધામ મચી ગઈ હતી. પોલીસે દરોડામાં ડ્રગ્સ બનાવતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા.

વડોદરાના સાવલીમાંથી 3.37 કરોડના ડ્રગ્સને મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ખુલાસો થયો કે આ ટોળકીએ એક અઠવાડિયામાં સાડા ત્રણ કરોડ રૂપિયાનું ડ્રગ્સ બજારમાં વેચ્યું હતું. ફરાર આરોપી ચિરાગ પટેલ અને વિપુલ સિંગેએ બજારમાં ડ્રગ્સ વેચ્યું હતું. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા જેમા પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા,અને કોર્ટે આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande