બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ
સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) આગામી 27 ફેબ્રુ.થી 17 માર્ચ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને ધ્યાને લઈ રાજયકક્ષાએ ગાંધીનગરથી જીવન આસ્થા હેલ્પલાઈન નં. 1800 233 3330કાર્યરત છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સુર
બોર્ડની પરીક્ષાને ધ્યાને લઈને સુરત જિલ્લા પોલીસ દ્વારા હેલ્પલાઈન શરૂ કરાઈ


સુરત, 25 ફેબ્રુઆરી (હિ.સ.) આગામી 27 ફેબ્રુ.થી 17 માર્ચ દરમિયાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા યોજાનાર છે. જેને ધ્યાને લઈ રાજયકક્ષાએ ગાંધીનગરથી જીવન આસ્થા હેલ્પલાઈન નં. 1800 233 3330કાર્યરત છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા સંબધિત મુંઝવણના નિવારણ માટે તથા તેઓ માનસિક દબાણમાં આવી અણધાર્યું પગલુ ન ભરી બેસે તે માટે વિદ્યાર્થીઓ-વાલીઓ માટે જિલ્લા પોલીસ કંટ્રોલરૂમ ખાતે મો.નં. 99791 05082 હેલ્પલાઈન નંબર રાઉન્ડ ધ કલોક કાર્યરત રહેશે. જેથી કોઈ પણ વિદ્યાર્થીઓ કે વાલીઓએ પરીક્ષા સંબંધિત કોઈપણ મુંઝવણ હોય તો સંપર્ક સાધવો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande