જુનાગઢ કેશોદમાં સરકારી કુમાર પ્રાથમિક શાળા ખાતે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું
જૂનાગઢ,25 ફેબ્રુઆરી (હિ.સ.) વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આજે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે...!! અને વિજ્ઞાનના માધ્યમથી વિશ્વ અનેક ભૌતિક સુખ સમૃદ્ધિઓ મેળવી રહ્યું છે.તેથી બાળક વિજ્ઞાન પ્રત્યે અભિમુખ થાય અને વિજ્ઞાનના વિષયમાં રસ લેતો થાય તે મ
જૂનાગઢ જિલ્લામાં કેશોદ ‌ખાતે


જૂનાગઢ,25 ફેબ્રુઆરી (હિ.સ.) વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી આજે સમગ્ર વિશ્વ બદલાઈ રહ્યું છે...!! અને વિજ્ઞાનના માધ્યમથી વિશ્વ અનેક ભૌતિક સુખ સમૃદ્ધિઓ મેળવી રહ્યું છે.તેથી બાળક વિજ્ઞાન પ્રત્યે અભિમુખ થાય અને વિજ્ઞાનના વિષયમાં રસ લેતો થાય તે માટે વિજ્ઞાનના અભ્યાસ ક્રમમાં વિજ્ઞાન ક્ષેત્રનું પ્રેક્ટીકલ જ્ઞાન ખૂબ જ અગત્યનું હોય છે. તે અનુસંધાને આજરોજ કેશોદ ના શરદ ચોક પાસે આવેલ કુમાર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 નાં બાળકો માટે ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું હતું,

આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ની શરૂઆત ભારત વિકાસ પરિષદના પ્રમુખ મહાવીર સિંહ જાડેજા ,સ્થાપક પ્રમુખ ડો સ્નેહલ તન્ના, આર પી સોલંકી, કાળુ ઠકરાર, સંદીપ ઠકરાર જયદીપ ઝાંઝમેરિયા આઝાદ ક્લબ નાં પ્રમુખ હમીર સિંહ વાળા વગેરે મહેમાનો દ્વારા રિબન કાપી શરૂઆત કરવામાં આવી હતી

બી આર સી અને તાલુકા પપ્રાથમિક શિક્ષણ વિભાગના દ્વારા યોજાયેલ આ પ્રદર્શનમાં પ્રાથમિક તાલુકા શિક્ષણ અધિકારી જોગીયા સાહેબ, બી આર સી નંદાણીયા રમેશ નંદાણીયા, સી આર સી ચોચા , તથા શાળાના આચાર્ય પ્રકાશ ખાસ હાજર રહ્યા હતા

આ વિજ્ઞાન પ્રદર્શનમાં બાળકોઍ 88 જેટલી કૃતિઓ રજૂ કરેલી હતી જેમાં 150 જેટલા બાળકોએ ભાગ લીધો હતો આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગણિત ના વિવિધ પ્રોજેક્ટ વિજ્ઞાનને લગતા અજબ ગજબ પ્રોજેક્ટ તથા પર્યાવરણ અને ખેતીને લગતા ઘણા પ્રોજેક્ટ બાળકોદ્વારા રજૂ કરવામાં આવ્યા હતા જુદી જુદી સંસ્થાઓ તથા વાલીઓ તેમજ કેશોદના લોકો આ પ્રદર્શન જોવા માટે પધારેલા હતા

આ કાર્ય માં શાળા નો સ્ટાફ તથા આચાર્ય એ ભારે જહેમત ઉઠાવી હતી વિજ્ઞાન શિક્ષક પૂજાબેન તથા ટાંક સાહેબ દ્વારા વિધાર્થીઓ ને માર્ગ દર્શન આપવામાં આવેલ હતું

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande